રાત્રે 10 પહેલા હોળીના દર્શન કરી લેવા: કરફ્યુમાં કોઈ છૂટછાટ નહીં

  • March 24, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર્શન માટે પણ ભીડ ન થવી જોઈએ: ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન

 


કોરોનાની વધી રહેલી મહામારીને લઈને રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી ને લઈને ગૃહ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.આ ગાઈડ લાઇન રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં તેવા સ્પષ્ટ સંકેતો ગૃહ મંત્રાલય દ્વારા મળી રહ્યા છે. માત્ર હોલિકા દહનને  જ મંજૂરી આપવામાં આવી છે. ધુળેટીના દિવસે જાહેર ઉજવણી ને મંજૂરી નથી આપવામાં આવી તેવુ સ્પષ્ટપણે જણાવ્યું છે.

 


ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી ગાઇડલાઇન મુજબ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોળી અને ધૂળેટીના તહેવાર દરમ્યાન  કર્ફ્યુ મા કોઇ પણ પ્રકારની છૂટછાટ હાલના સંજોગોમાં આપવામાં આવશે નહીં તેમ ગૃહ વિભાગના ઉચ્ચ સૂત્રો જણાવી રહ્યા છે.

 


રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન મુજબ 29 માર્ચ 2021 ના હોળીને લઇને સોસાયટી, શેરીના નાકે ,જાહેર સ્થળો અને ખુલ્લા મેદાનો તથા રસ્તા ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે તેથી કોરોના સંક્રમણ ની શક્યતાઓ વધી જાય છે.

 


 પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને મર્યિદિત સંખ્યામાં લોકો એકત્રિત થઈને હોળી પ્રગટાવી શકશે. હોળી ની પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે પરંતુ હોળી દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધિત પ્રવર્તમાન ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન થાય તેની  તકેદારી આયોજક દ્વારા રાખવામાં આવે તે જરૂરી હોવાનું સ્પષ્ટપણે જણાવાયું છે.

 


ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમોને મંજુરી આપવામાં આવી નથી આ તમામ સૂચનાનું ચુસ્તપણે અમલીકરણ કરવામાં આવે તે સબંધિત સુચનાઓ ઉચ્ચ અધિકારીઓને આપી દેવામાં આવી છે. આ માટે જરૂરી કાર્યવાહી કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે.આ માટે હોળીના આયોજકો એ ધ્યાન રાખવું પડશે.
આ માટે રાજયના પોલીસ મહાનિર્દેશક ,કમિશનર, મેજિસ્ટ્રેટ ,રેન્જ વડા અને પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS