મનપા-રૂડાના અધિકારીઓ સહિત આજે 1088 નાગરિકોને કોરોના સામેની રસી અપાઈ

  • March 02, 2021 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આજે 1088 નાગરિકોને કોરોના સામેની રસી આપવામાં આવી હતી જેમાં મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોના સામેની રસીનો બીજો ડોઝ લીધો હતો.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ પ્રથમ તબકકામાં 84 નાગરિકો, પ્રથમ તબકકાના બીજા ડોઝમાં 237 નાગરિકો, 60 વર્ષથી મોટી ઉંમરના 638 નાગરિકો અને 45થી 59 વર્ષની વયના અને અન્ય પ્રકારના દર્દો ધરાવતા કો-મોર્બિડ હોય તેવા 129 નાગરિકો સહિત કુલ 1088 નાગરિકોએ રસી લીધી હતી.
મહત્વપૂર્ણ છે કે, મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોના સામેના રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. યુવાનો અને તંદુરસ્તોને બાદમાં રસી અપાશે. જ્યારે હાલમાં વૃધ્ધો તેમજ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અસ્થમા જેવા વિવિધ પ્રકારના રોગ ધરાવતા હોય તેવા નાગરિકોને રસીકરણમાં પ્રાયોરિટી આપવામાં આવી રહેલ છે. અલબત્ત જે તે પ્રકારનો રોગ હોવાનું તબીબી સર્ટિફિકેટ અનિવાર્યપણે રજૂ કરવાનું રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application