હીટ વેવનો આજે છેલ્લો દિવસ: કાલથી તાપમાન નીચું ઉતરશે

  • March 31, 2021 08:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે માત્ર રાજકોટ અને ભાવનગર જિલ્લામાં હીટ વેવની ચેતવણી



સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એકાદ સપ્તાહ સુધી ગરમીનુ મોજૂ ફરી વળ્યા બાદ આવતીકાલથી હીટ વેવનુ વાતાવરણ પૂરું થાય છે સવારે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને મહત્તમ તાપમાનનો પારો મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી નીચે ઉતરી જશે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગઈકાલે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં 41.4 ડિગ્રી નોંધાયું હતું રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન ગઈકાલે રહ્યું હતું આ ઉપરાંત સુરેન્દ્રનગર કંડલા ગાંધીનગર અમદાવાદ વડોદરા અને ડીસામાં પણ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સાઉથ ઈસ્ટ દીશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે અને તેની અસરના ભાગરૂપે ભેજવાળા પવનો દરિયા તરફથી ફૂકાતા હોવાથી ગરમીનું પ્રમાણ ઘટશે પરંતુ બફારો વધશે તેમ જણાઈ રહ્યું.

 


બંગાળની ખાડીમાં સાઉથ ઈસ્ટ દિશામાં લો પ્રેશર સર્જાયું છે ચોમાસાની આગામી સિઝન પહેલાંનું બંગાળની ખાડીનું આ પ્રથમ લો પ્રેશર સર્જાયું છે અને તેના કારણે સાઉથ આંદામાન સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

 


વાતાવરણમાં પલ્ટો આવવાના કારણે રાજસ્થાન હરિયાણા દિલ્હી અને વેસ્ટ ઉત્તર પ્રદેશમાં અમુક સ્થળોએ ધૂળની ડમરી ઉડાડતો પવન 30થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે એવી ચેતવણી આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS