Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન  

  • August 02, 2021 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ સર્જ્યો છે. ટીમે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યા બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. ભારત તરફથી ગુરજીત કૌરે એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતીય ટીમે સમગ્ર મેચ દરમિયાન કાંગારૂ ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. કેપ્ટન રાની રામપાલની આગેવાનીમાં ભારતીય ટીમે 41 વર્ષમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 

 

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 1980 મોસ્કો ઓલિમ્પિકમાં હતું, જ્યાં તે સેમિફાઇનલમાં પહોંચી હતી પરંતુ અંતે તેને ચોથા સ્થાન પર જ રહેવું પડ્યું હતું. રવિવારે, ભારતીય પુરુષ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને તેમની ક્વાર્ટર ફાઇનલ મેચમાં 3-1થી હરાવીને 49 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટીમ માટે દિલપ્રીત સિંહે 7 મી મિનિટે, ગુરજંત સિંહે 16 મી અને હાર્દિક સિંહે 57 મી મિનિટે ગોલ કર્યા હતા. તે જ સમયે, બેડમિન્ટનમાં પીવી સિંધુએ ઇતિહાસ રચ્યો અને સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો. સિંધુએ ચીનની હી બિંગ જીયાઓને 21-13, 21-15થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS