મહાપાલિકાના ૧૬૭૬ આવાસોનો કાલે ડ્રો

  • August 06, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘરનું ઘર મળવાની રાહ જોતાં અરજદારોના ઈન્તઝારનો અંત
સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત કાલે રૂા.૩૩.૯૫ કરોડના કામોનું ખાતમુહર્ત–લોકાર્પણ: મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી વચ્ર્યુઅલ હાજરી આપશે

 


રાજકોટ મહાપાલિકા દ્રારા રાય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત તા.૭ ઓગસ્ટની વિકાસ દિવસ તરીકે ઉજવણી કરાશે. આ નિમિતે તા.૭ ઓગસ્ટે ઈડબલ્યુએસ–૨ કેટેગરીના ૧૬૭૬ આવાસોનો ડ્રો કરાશે તેમજ રૂા.૩૩.૯૫ કરોડના વિવિધ અન્ય વિકાસકામોનું ખાત મુહર્ત અને લોકાર્પણ કરાશે.

 


સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશની અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણિયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરા તથા બાગબગીચા અને ઝુ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રાય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી (સેવાયજ્ઞ) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વિકાસ દિવસ અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ તા.૭ના રોજ સવારે ૯.૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા નવસાના સાંસદ સી.આર.પાટીલની વચ્ર્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે.

 


કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

 


આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, પ્રદેશ ભાજપ બક્ષી પચં મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠિયા, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પેારેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી વિગેરે ઉપસ્થિત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS