આવતીકાલે વડાપ્રધાન પોતાની નવી ટીમ સાથે બેઠક કરશે, કોરોના સહિતના મહત્વના મુદ્દા પર થશે ચર્ચા

  • July 11, 2021 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને કામકાજ શરૂ થઈ ગયા છે ત્યારે વડાપ્રધાન ફરીથી પોતાની નવી ટીમ સાથે બુધવારના રોજ બેઠક કરવાના છે તેમ સરકારના અંતરંગ વર્તુળોએ જાહેર કર્યું છે.

 

વડાપ્રધાન કાર્યાલય દ્વારા તમામ મંત્રીઓને 14 જુલાઈના રોજ હાજર થઈ જવા સૂચના આપી દેવામાં આવી છે અને એક સપ્તાહમાં બીજી વખત વડાપ્રધાન પોતાના નવા મંત્રી મંડળ સાથે બેઠક કરવાના છે અને તેમાં કોરોના વાઇરસ સહિતના કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ શકે છે.

 

નવા મંત્રીઓને વડાપ્રધાન દ્વારા એવી સૂચના પણ આપવામાં આવી છે કે જુના મંત્રીઓને ફોન કરીને માર્ગદર્શન મેળવવાનું જરૂરી બનશે અને કામગીરી સારી રીતે થઇ શકશે. નવા મંત્રીઓને અનુભવી પૂર્વ મંત્રીઓ તરફથી કામ કરવા માટે ઘણી બધી ટિપ મળી શકે છે માટે તમામ નવા મંત્રીઓએ આ સૂચનાનો અમલ કરવાનો રહેશે.

 

પોતપોતાના મંત્રાલય પર બરાબર ફોકસ રાખવા અને સરકાર તેમજ મંત્રાલયની સારી કામગીરી નો પ્રચાર સોશિયલ મીડિયા પર નિયમિત રીતે કરવાની પણ નવા મંત્રીઓને વડાપ્રધાન દ્વારા સૂચના આપવામાં આવી છે અને વધારે મળનારી બેઠકમાં પણ વડાપ્રધાન કેટલીક સૂચનાઓ આપશે તેમ માનવામાં આવે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021