મુખ્ય શાક માર્કેટ, દાણાપીઠ, ગાંધીગ્રામ સહિતના બજારો અડધો દિવસ બંધ

  • April 20, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમણ રોકવા સ્વૈચ્છિક રીતે આગળ આવતા વેપારી મંડળો: શાપર-વેરાવળના બજારો બપોરે 2 પછી અનિશ્ર્ચિત મુદત સુધી બંધકોરોના મહામારીનું સંક્રમણ દીન પ્રતિદિન વધતું રહ્યું છે ત્યારે સંક્રમણની ચેન તોડવાના ભાગપે વિવિધ વેપારીઓ અને ધંધાર્થી મંડળો આગળ આવી રહ્યા છે. વેપાર-ધંધા વહેલાસર સ્વૈચ્છિક રીતે બંધ રાખીને સંક્રમણ રોકવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને રાજકોટની જયુબેલી સહિતની શાક માર્કેટો, દાણાપીઠ, ગાંધીગ્રામની બજારો બપોર બાદ તેમજ શાપર-વેરાવળના બજારો પણ બપોરે 2 વાગ્યા પછી સ્વૈચ્છિક રીતે બંધ રાખવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.

 


હાલ કોરોના વાઇરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની ત્રણ (3) શાક માર્કેટ તા.19/4/2021 થી તા.30/4/2021 સુધી દરરોજ બપોરે 2.00 વાગ્યા પછી સ્વૈચ્છાએ બંધ રાખવા અંગેનો નિર્ણય ધંધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. જેની શહેરના દરેક ગ્રાહકે અને વેપારીઓએ નોંધ લેવા વિનંતી કરવામાં આવેલ છે. શહેરની જે શાક માર્કેટ બંધ રાખવાના આવે છે તેમાં (1) જ્યુબિલી શાક માર્કેટ ભાગ -1, (2) જ્યુબિલી શાક માર્કેટ (ડિસ્કો માર્કેટ) ભાગ -2 અને (3) લાખાજીરાજ શાક માર્કેટ (ધર્મેન્દ્ર રોડ વાળી) સમાવેશ કરવામાં આવેલ છે,

 


તેમ જ્યુબિલી શાક માર્કેટના સંગઠનોના હોદેદારો કાંતિલાલ સંઘાણી, મુકેશભાઈ પીપળીયા, પ્રતાપભાઈ ભીમજીભાઈ, પ્રેમજીભાઈ આણંદા ભાઈ અને પ્રવીણભાઈ રામજીભાઈ સંયુક્ત યાદીમાં જણાવે છે.

 


દાણાપીઠ વેપારી એસો.ના પ્રમુખ બીપીનભાઇ કેશરીયાના જણાવ્યા મુજબ એસો.ના વેપારીઓ દ્વારા કોરોનામાં સંક્રમણને રોકવા માટે ગત ગુ-શુક્ર-શનિ અને રવિવારે બપોરે 3 વાગ્યા પછી વેપાર બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો જેને વેપારીઓએ સફળ બનાવ્યો હતો. બાદમાં હજુ પણ તા.25 સુધી વેપારીઓ સવારે 8 વાગ્યે દુકાન ખોલ્યા બાદ બપોરે 3 વાગ્યા પછી દુકાનો બંધ રાખી કોરોના સંક્રમણની ચેઇન તોડવા પ્રયત્ન કરશે.

 


આ ઉપરાંત ગાંધીગ્રામ, એસકે ચોક તેમજ આજુબાજુની બજારોના વેપારીઓની બેઠક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ખુમાનસિંહ વાળાના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં વેપારીઓ કોરોના સંક્રમણની ચેઇન તોડવા સહમત થયા હતાં અને વેપારીઓએ તા.24મી એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખવા સંમતિ આપી હતી.

 


શાપર-વેરાવળ ઇન્ડ. એસો.ના પ્રમુખ કિશોરભાઇ ટીલાળાના જણાવ્યા મુજબ ઔદ્યોગિક ઝોનમાં કોરોના સંક્રમણ રોકવા માટે શાપર-વેરાવળ પંથકના બજારોમાં દુકાનો અને ફેરીયાઓ વગેરે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવા અને ત્યારબાદ સ્વૈચ્છિક બંધ રાખવા સહમત થયા છે. આ ઉપરાંત વેપારીઓ અને ધંધાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન કરવાની પણ ખાસ સુચના આપવામાં આવી છે.

 


રાજકોટ લોધીકા સંઘ ત્રંબા યુનિટમાં 21થી 30 લોકડાઉન
ચેરમેન નરેન્દ્રસિંહે બેઠક બોલાવી નિર્ણય લીધોરાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ પણ વર્તમાન કોરોના મહામારી સંક્રમણની ચેઇન તોડવા તા.21થી 30 એપ્રિલ સુધી ત્રંબા (કસ્તુરબાધામ) યુનિટ બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાનું ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે.

 


હાલમાં કોરોના સંક્રમણને લીધે રાજકોટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનો દર ઉત્તરોતર વધી રહેલ છે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ (ત્રંબા) ગામમાં તેમજ આસપાસમાં પણ સંક્રમણ વધી રહેલ છે. રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના. કસ્તુરબાધામ (ત્રંબા) યુનિટ ખાતે પણ સ્ટાફ અને લેબર વિગેરેમાં પણ સંક્રમણ વધી રહેલ હોય તમામની સલામતી અને સાવચેતીના પગલાપે સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યે પણ પરામર્શ કરીને સંઘના યુનિટ ખાતે તમામ કામગીરી તા.21થી 30-4 સુધી બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. પરિસ્થિતિ અંગે પુન: તા.29-4ના રોજ પરામર્શ કયર્િ બાદ આગળનો નિર્ણય લેવાશે તેમ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS