કોરોના લોકડાઉન વચ્ચે રાજકોટ યાર્ડમાં ફસાયેલા ૯૦ મજૂરોને જમાડતા વેપારી

  • October 28, 2020 11:34 AM 

કોરોના વાઇરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉનના પગલે રાજકોટ માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં કામકાજ સંપૂર્ણ બંધ છે ત્યારે મોટાભાગના પરપ્રાંતીય મજૂરો પોતાના વતનમાં જતા રહ્યા છે પરંતુ ૯૦ મજૂરોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ નહીં થતા તેઓ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ફસાઇ ગયા છે. દરમિયાન માર્કેટ યાર્ડના મગફળીના વેપારી રોહિતભાઈ ગજેરા દ્વારા આ મજૂરોને પોતાના ઘરે રસોઇ બનાવીને બંને ટાઈમ જમવાનું પહોંચાડવાનો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.


વધુમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે રાજકોટ યાર્ડમાં રહેવાની સુવિધા છે પરંતુ જમવાની વ્યવસ્થા નથી જેથી યાર્ડમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને મગફળીના વેપારી રોહિતભાઇ ગજેરા પોતાના ઘરેથી જમવાનું બનાવીને બપોરે અને રાત્રે મજૂરોને જમાડી રહ્યા છે. સાંપ્રત સમયમાં સેવાનું આ ઉમદા ઉદાહરણ છે. યાર્ડના વેપારીઓ દ્વારા ભોજન વ્યવસ્થા માટે જરૂર પડ્યે આર્થિક સહિતનો જરૂરી તમામ સહયોગ આપવા ઓફર કરાઇ હતી પરંતુ રોહિતભાઇ સ્વખર્ચે જ સેવા કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS