હોળી પરના નિયંત્રણોને લીધે વેપારીઓને રૂપિયા 35 હજાર કરોડની ખોટ

  • March 30, 2021 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ક્ધફેડરેશન દ્વારા આંકડાકીય માહિતી જાહેર કરાઈ



દેશભરમાં ફરીથી ભારે ચિંતાજનક બનેલી કોરોનાવાયરસ મહામારી ને પગલે હોળીના તહેવારમાં અને ધુળેટી રમવા માં કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારો દ્વારા સખત નિયંત્રણ જાહેર કરવામાં આવ્યા હતા અને તેને લીધે દેશના વેપારીઓને કુલ રૂપિયા 35 હજાર કરોડની ખોટનો સામનો કરવો પડ્યો છે.

 


ક્ધફેડરેશન ઓક ઇન્ડિયન ટ્રેડર્સ દ્વારા આંકડાકીય માહિતી આપવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે કોરોનાવાયરસ ના સંકટ કાળમાં પહેલાથી જ ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા વેપારીઓને હોળી અને ધૂળેટીના નિયંત્રણોને લીધે ન પૂરી શકાય તેવી ખોટ ગઈ છે અને તેઓ વધુ આર્થિક સંકડામણ માં સપડાઈ ગયા છે.

 


આ વિરાટ સંઘના સંચાલકોએ એમ પણ કહ્યું છે કે પાછલા વર્ષો દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવાર પર સામાન્ય રીતે વેપારીઓને રૂપિયા 50 હજાર કરોડ સુધી નો નફો થઈ જતો હતો પરંતુ ચાલુ વર્ષ તેમના માટે ભારે ઘાતક નીકળ્યો છે અને આર્થિક રીતે તેઓ વધુ ઘાયલ થયા છે.

 


સંસ્થાના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે એમ કહ્યું છે કે હોળી અને ધુળેટી એ બંને દિવસો માટે અલગઅલગ ચીજોનો દેશભરમાં મોટાપાયે ફેરફાર થતો હોય છે અને તેનો સરવાળો કરવા બેસીએ તો હજારો કરોડ રૂપિયામાં થવા જાય છે અને દર વર્ષે લોકો અચુક તમામ ચીજોની ખરીદી કરતા જ હોય છે પરંતુ આ વખતે સખત નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા માટે વેપારીઓને કુલ રૂપિયા 35 હજાર કરોડની ખોટ નો સામનો કરવો પડ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS