કોરોના વાયરસ અંગે રેલ્વેનો સૌથી મોટો નિર્ણય, દેશમાં 31 માર્ચ સુધી ટ્રેન સેવા બંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં આ વાયરસના ભયને જોતા ભારતીય રેલ્વેના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 31 માર્ચ સુધીમાં રેલ્વે સેવા બંધ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે દેશભરમાં ટ્રેન સેવા 31 તારીખ સુધી બંધ રહેશે

 

જે ટ્રેનોની મુસાફરી પૂરી થઈ છે તે તરત જ સમાપ્ત થઈ જશે. હાલમાં 400 માલગાડી દોડી રહી છે જેને પણ સ્થળ સુધી  પહોંચ્યા બાદ બંધ કરવામાં આવશે. રેલ્વે બોર્ડે કોરોના વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ટુંક સમયમાં આ અંગે સત્તાવાર ઘોષણા થઈ શકે છે. 

 

રેલવે મંત્રાલયે આ પહેલા ટ્વિટ કર્યું હતું કે, " ટ્રેનમાં મુસાફરી કરવાનું જોખમકારક બન્યું છે. તેથી ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળો, કારણ કે જો તમારી સાથે યાત્રી કરતો વ્યક્તિ કોરોના પોઝિટિવ છે, તો તમે પણ તેના શિકાર થઈ શકો છો." રેલ્વે લોકોને પોતાની અને તેમના પ્રિયજનોની સુરક્ષા માટે તમામ યાત્રા મુલતવી રાખવા અપીલ કરી હતી.  

 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS