રાજકોટમાં તાઉતેના કારણે વૃક્ષો થયા ધરાશાયી, અનેક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો, pgvclમાં નોંધાઈ 564 ફરિયાદ

  • May 18, 2021 09:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગત રાતથી રાજકોટ શહેરમાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. પવનની ગતિ વધવાની સાથે શહેરમાં વરસાદ પણ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે રીંગરોડ સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો. 

 


તાઉતે વાવઝોડાના પગલે શહેરમા પોલીસ રાઉન્ડ ધ કલોક તૈનાત જોવા મળી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ચેકિંગમાં નીકળ્યા હતા. બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા લોકોને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. લોકોને મદદને જરૂર હોય તો 100 નંબર ડાયલ કરી મદદ માંગવા જણાવ્યું હતું. 

 


 

પવનના કારણે સિવિલની કોવિડ હોસ્પિટલમાં વૃક્ષ ધરાશાયી થયું હતું. તેને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં વાવાઝોડાના પગલે રાત્રી દરમિયાન PGVCL માં ફરિયાદનો ઢગલો થયો હતો. 

 

રાત્રી દરમિયાન PGVCL માં કુલ 564 ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી સવાર સુધીમાં 437 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો હતો.  રાતથી શરુ થયેલા વરસાદના કારણે આજી 2 ડેમ થયો ઓવરફ્લો થયો છે. સવારે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. આજી 2 ડેમ માંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે. તેવામાં ડેમના કાંઠાના વિસ્તારમાં આવતા 10 ગામોને સૂચના અપાઈ છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS