કુરિયરની ઓફિસમાંથી ૨૧ લાખની લૂંટમાં ત્રિપુટી ઝબ્બે: ૬ લૂંટ કબૂલી

  • June 08, 2021 08:16 PM 

ટોળકી બપોરબાદ જ લૂંટના બનાવને અંજામ આપતી,યાં લૂંટ કરે તે વ્યકિતને દોરીથી બાંધી દેતાં હતા:૧૬.૭૪ લાખ રોકડ,વાહન,કપડાં સહિત રૂા.૧૭.૯૪ લાખનો મુદ્દામાલ કબજે:ટોળકી લૂંટ માટે કપડાંની દુકાન વધુ પસદં કરતી

 


શહેરમાં એક માસ પૂર્વે ગોંડલ રોડ પર આવેલી બાલાજી કુરિયરની ઓફિસમાંથી પિયા ૨૧ લાખની દિલધડક લૂંટને અંજામ આપવાના પ્રકરણમાં પોલીસે વેલનાથ સોસાયટી નજીક નદીના પટ્ટમાંથી ત્રણ શખસોને ઝડપી લઈ આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે.ટોળકીની પૂછપરછ દરમિયાન પખવાડિયામાં આ ટોળકીએ લૂંટની ૬ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું અને ચાર લૂંટના પ્રયાસ કર્યાનું માલુમ પડું હતું. પોલીસે આરોપીઓ પાસેથી ૧૬. ૭૪ લાખ રોકડ વાહન અને કપડાં સહિત કુલ પિયા ૧૭૯૪૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા છે.

 


લૂંટની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ ૫૫ ના રોજ ગોંડલ રોડ પર પીડીએમ કોલેજની આગળ આવેલી બાલાજી કુરિયર નામની ઓફિસમાં સાંજના સમયે બે અજાણ્યા શખસો આવ્યા હતા અને ભાવનગર કુરિયર મોકલવુ છે તેમ કહી થોડીવાર બાદ પાર્સલ મોકલાવ્યું હતું તે કેન્સલ થયેલ છે અને હવે પછી મોકલાવીશું તેમ વાતચીત કરી દરમિયાન ત્રીજો શખસ અંદર આવી ઓફિસનું શટ્ટર બધં કરી છરી બતાવી હરજી ગોવાભાઇ ભોગાયતા (ઉ.વ ૩૬) નામના કુરિયર સંચાલકને મારી પાકીટમાંથી રોકડા પિયા ૭૦૦૦ તથા અહીં પડેલી રોકડ સહિત પિયા ૨૧,૦૭,૦૦૦ ની લૂંટ ચલાવી હતી.

 


લૂંટની આ ઘટના અંગે માલવિયાનગર પોલીસ મથકના પી.આઈ કે.એન.ભુકણ અને પીએસઆઇ વી.કે.ઝાલા સહિતની ટીમે તપાસ શ કરી હતી બીજી તરફ ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી.કે.ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ પીએમ ધાખડા તથા તેમની ટીમે પણ લૂંટના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શ કર્યેા હતો. દરમિયાન મયુરભાઇ પટેલ, નગીનભાઈ ડાંગર, અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી સચોટ બાતમીના આધારે જડેશ્વર વેલનાથ સોસાયટી નજીક ખોખડદડ નદીના પુલ પાસેથી પોલીસે લૂંટ ચલાવનાર ત્રિપુટી હિતેશ બાબુભાઈ ડવ (રહે ખોખડદળ નદી પાસે જડેશ્વર વેલનાથ સોસાયટી મૂળ ઉમરાળી) કરણ ભગવાનભાઈ બાલાસરા (ઉ.વ ૨૨ રહે ખોખડદળ નદી પાસે મૂળ દેરડી કુંભાજી) અને કિશન રાયધનભાઈ મૈયડ( રહે કોઠારીયા રીંગ રોડ આજી નદી પાસે રામ પાર્ક મૂળ કોટડાપીઠા તા.બાબરા)ને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૧૬,૭૪,૦૦૦ બે મોબાઇલ બે વાહન અને કપડાં સહિત પિયા ૧૭,૯૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.

 


પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપીઓ બપોર બાદના સમયે જ લૂંટના બનાવને અંજામ આપતા હતા. તેમજ જે દુકાને એકલદોકલ વ્યકિત બેઠો હોય તેવી જ દુકાન પસદં કરતા, આ ઉપરાંત તેઓ લૂંટ પૂર્વે તે દુકાનની રેકી કરતા હતા. આ આરોપીઓ ખાસ કરીને રેડીમેડ કપડાની દુકાનને જ ટાર્ગેટ કરતા હતા. તેમજ આરોપીઓ યાં લૂંટ કરે ત્યાં વેપારીને ખુરશીમાં બેસાડીને દોરી વડે બાંધી બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ હંમેશા મોઢે માસ્ક બાંધી રાખતા અને અજાણ્યા રસ્તેથી બાઈક ચલાવતા હતા. આરોપીઓ દુકાનમાં રોકડ સાથે કપડા સહિતનો મુદ્દામાલ પણ સાથે લઈ જતા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓમાં હિતેશ અગાઉ ગેરકાયદે હથિયાર સહિત બે ગુનામાં સંડોવાયેલો છે યારે કરણ દાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

 

 

મીડિયામાં પ્રકાશિત થયેલા ફૂટેજ ભેદ ઉકેલવા માટે ચાવીરૂપ સાબિત થયા
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓના સીસીટીવી ફટેજ હાથ લાગી ગયા બાદ આ ફટેજ મીડિયા મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને તે જ ભેદ ઉકેલવા માટે મહત્વના સાબિત થયા હતા. વેલનાથ સોસાયટીમાં રહેતા એક વ્યકિતએ અખબારોમાં આ લૂંટાઓની તસવીર જોયા બાદ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર બનાવનો ભેદ ઉકેલાઇ ગયો હતો.

 

 

પખવાડિયામાં છ લૂંટ અને ચાર લૂંટના પ્રયાસ કર્યા:કોઈ પ્રતિકાર કરે તો નાસી જતાં
પોલીસે જણાવ્યું હતું કે આ ટોળકીએ છેલ્લા પખવાડિયા છ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં આહીર ચોકમાં ખોડલ ફેશન નામની દુકાનમાંથી રોકડ પિય ૧૭૦૦૦ અને બે જોડી કપડાં, સતં કબીર રોડ પર એસ.પી.સિલેકશન નામની દુકાનમાંથી રોકડ પિયા ૧૬૦૦ અને કપડાની જોડી, માયાણીનગર પાસે બેકબોન શોપીંગ સેન્ટરમાં ડેનિમ કલેકશનમાંથી પિયા ૧૭૦૦ અને કપડાની જોડી, કોઠારીયા ચોકડીથી માર્બલ લાદીના શોમમાંથી પિયા ૨૦,૦૦૦, રોલેકસ સાઈબાબા સર્કલથી કોઠારીયા ગામ તરફ એક લેબોરેટરીમાંથી પિયા ૧૫૦૦ આજ વિસ્તારમાં ડોકટરના કિલનિકમાંથી લૂંટનો પ્રયાસ કર્યેા હતો.પરંતુ ડોકટર ઉગ્ર સ્વભાવના જણાતા નાસી ગયા હતા.ખોખડદડ નદી પાસે પણ ડોકટરની લૂંટવાનું પ્રયાસ કર્યેા હતો. કોઠારીયા રોડ ઉપર ફાયર બ્રિગેડ સામે કરિયાણાની દુકાન લૂંટનો પ્રયાસ, યાજ્ઞિક રોડ પર દુકાનમાં પણ લૂંટનો પ્રયાસ અને બાલાજી કુરિયર માં બનાવને અંજામ આપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS