Video : ભીષણ ભૂકંપ બાદ સર્જાઈ સુનામી, જહાજ ઘુસી ગયા શહેરમાં, પાણીમાં વહેવા લાગી કાર અને ઘર

  • October 30, 2020 08:10 PM 988 views

ભીષણ ભૂકંપે શુક્રવારે તુર્કી અને ગ્રીસને હચમચાવી દીધા છે. તુર્કીના શહેર ઈઝમિરને નેસ્તોનાબૂદ કરનાર ભૂકંપની તીવ્રતા 7ની હતી. આ ભૂકંપ બાદ અહીં તબાહી મચી ગઈ છે. ભૂકંપ બાદ ઈઝમિરમાં સુનામીની સ્થિતિ સર્જાઈ છે. અહીં સુનામીના કારણે જહાજ શહેરમાં ઘુસી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ સુનામીના વીડિયો વાયરલ થયા છે જેમાં કાર, ઘરની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળે છે. 


અહીં 7ની તીવ્રતાના ભૂકંપ બાદ ઊંચી ઈમારતો પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. તુર્કીના અધિકારીઓના જણાવ્યાનુસાર આ ભૂકંપના ઝટકા ઈઝમિર ઉપરાંત એજિયન અને મરમરા જેવા વિસ્તારો સહિત રાજધાની ઈસ્તાંબુલ સુધી અનુભવાયા હતા. જો કે ઈસ્તાંબુલમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application