ઉના પાલિકામાં પાંચ વોર્ડની ૧૬ બેઠકો માટે ૪૯ ટકા મતદાન: ૨૦૧૫ની ચૂંટણીમાં ૬૩.૮૧ ટકા હતું

  • March 01, 2021 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉના નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૨૦ બેઠક બિનહરીફ થઈ ગયા બાદ પાંચ વોર્ડમાં વોર્ડ નં.૨, વોર્ડ નં.૩, વોર્ડ નં.૪, વોર્ડ નં.૬, વોર્ડ નં.૭માં ૧૬ બેઠક માટે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. પરંતુ ધીમીગતિએ શરૂ રહેલ જે ૧૦ વાગ્યા પછી ઝડપ વધી હતી સાંજે ૬ સુધીમાં ૪૯ ટકા મતદાન થયું છે.

૧૬ બેઠક માટે ભાજપના ૧૬, કોંગ્રેસના ૧૨, અપક્ષ ૩ મળી કુલ ૩૧ ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. ૬૯૬૮ પુરુષો ૫૪૦૯ સ્ત્રીઓએ મતદાનનો ઉપયોગ કર્યો હતો.ગત ૨૦૧૫ની નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૬૩.૭૧ ટકા મતદાન થયું હતું. મતગણતરી પછી ૩૫ ભાજપ, ૧ કોંગ્રેસે બેઠક મેળવી હતી. આ વખતે ભાજપે ૨૦ બેઠક બિનહરીફ મેલવી લેતાં ગત ટર્મનો આંકડો વટાવે છે કે ઘટે છે. તે પરિણામ પછી ખબર પડે.વોર્ડ નં.૪નાં અંબાજીનગર વિસ્તારનાં રહેવાસીઓ ઢોલ નગારા સાથે સમૂહમાં મતદાન કરવા ગીરગઢડા રોડ ઉપર આવેલ ઉમિયાધામ વિશ્રાંતી ગૃહે પહોંચી પોતાનો પવિત્ર મતનું દાન કરી લોકશાહીને જીવંત રાખી છે. ચૂંટણીનાં મતદાન દરમિયાન એકંદરે શાંતિપૂર્વક યોજાયું હતું. પોલીસ બંદોબસ્ત તથા રેવન્યુ વિભાગનાં અધિકારીએ ખુબ મહેનત કરી શાંતિપૂર્વક મતદાન કરાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS