તારક મહેતા શોના 'સુંદર' મયૂર વાકાણી કોરોના સંક્રમિત, SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • March 12, 2021 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં જેઠાલાલના સાળા સુંદરલાલનું પાત્ર ભજવતાં મયૂર વાકાણીને કોરોનાનો ચેપ લાગ્યો છે. મયૂર વાકાણી ગુજરાતના લોકપ્રિય કલાકારોમાંથી એક છે અને તે શોમાં દયાભાભીનું પાત્ર ભજવતાં દિશા વાકાણીનો ભાઈ પણ છે. તેમને કોરોના થયો છે. 

 


 

મયૂર વાકાણીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. મયૂર વાકાણી થોડા સમય પહેલા જ મુંબઈમાં તારક મહેતાના એપિસોડનું શૂટિંગ કરી પરત ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદમાં તેમને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. મયૂર વાકાણી હાલ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS