રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હીટવેવ

  • April 03, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, રાત્રે પણ ગરમીનો અનુભવ થશે



રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શકયતા. હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી કરી છે. કાલે રાજ્યના 8 શહેરમાં 39 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 42.4 ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. તો અમદાવાદમાં 39.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું.

 


આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 40થી 41 ડિગ્રીની વચ્ચે ગરમી રહે તેની સંભાવના છે. તો ગઈકાલે સુરેંદ્રનગરમાં 41.5, રાજકોટ-કંડલામાં 41.2, ડીસામાં 41, અમરેલીમાં 40.5, કેશોદમાં 40.1, વડોદરામાં 38.6, સુરતમાં 32.3, ભાવનગરમાં 36.1 જ્યારે ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમા વિશેષ કરીને રાજકોટમાં હીટ વેવની સ્થિતિ રહેશે.

 


ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે રજૂ થયેલા આકલન મુજબ એપ્રિલ-મે-જૂન દરમિયાન ગરમી અનેક રેકોર્ડ બનાવશે. ગરમીના જૂના રેકોર્ડ તૂટે અને નવા નોંધાય એવી પણ શક્યતા છે. તો વળી દિલ્હીમાં 2010 પછીનો સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો.

 


આઈએમડીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ, કણર્ટિક, કોંકણ, આખુ ઉત્તર ભારત, ઝારખંડ, છત્તીશગઢ, ઓડિશા વગેરેમાં ગરમી વધારે પડશે. સરેરાશ કરતા ઉનાળાનું તાપમાન ઊંચુ નોંધાશે. રાતે પણ વધુ ગરમી વરતાશે. દેશમાં મોટાભાગના સ્થળોએ તાપમાન 40 ડીગ્રી કરતા વધારે નોંધાયુ છે.

 


હવામાન વિભાગની વિગતો પ્રમાણે હિટવેવની પણ શરૂઆત એપ્રિલની 3જી તારીખથી થશે. હિટવેવ ભારતમાં જીવલેણ નીવડે છે અને દર વર્ષે તેનાથી અનેક લોકો મૃત્યુ પામે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતના ગુજરાતથી હરિયાણા સુધીના પટ્ટામાં હિટવેવથી ધરતી તપી ઉઠશે. એ લોકો માટે આકરી સ્થિતિ પેદા કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS