પોરબંદરમાં પણ નોંધાયો કોરોનાનો એક શંકાસ્પદ કેસ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રાજકોટ  બાદ પોરબંદરમાંથી પણ અલગ અલગ બે વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાતા આ બંને વ્યક્તિના નમુના ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે . હાલ શંકાસ્પદ કેસ તરીકે તેમની સારવાર ચાલુ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બર્મિંગહામથી રાજકોટ આવેલી એક વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આવી જ રીતે પોરબંદરના ૬૯ વર્ષની વયની એક મહિલાને પણ કોરોના હોવાની શંકાથી તેના સેમ્પલ પણ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોરબંદરની આ મહિલા દિલ્હી ગઈ હતી અને ડોમેસ્ટિક ટ્રાવેલિંગ દરમિયાન તેને કોરોના લાગુ પડયો હોવાની આશંકા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS