શિવ જ્વેલર્સમાં રૂા.૮૫.૫૦ લાખની લૂંટનો પ્લાન બનાવનાર સહિત બે ઝડપાયા

  • May 11, 2021 06:52 PM 

આગ્રાના જંગનેરમાં ક્રાઇમ બ્રાંચ અને બી ડિવિઝન પોલીસનું ગુપ્ત ઓપરેશન: હથિયાર સહિત ૧૩.૭૫ લાખનો મુદ્દામાલ કબજેશહેરના ચંપકનગરમાં શિવ વેલર્સમાં થયેલી .૮૫.૫૦ લાખની લૂંટમાં સંડોવાયેલો વધુ એક આરોપી ને હથિયાર અને ચોરીના ૧૩.૭૫ લાખના દાગીના સાથે તેમજ આ દાગીના ખરીદનાર વેપારીને પોલીસે ઝડપી લીધા છે. બીજી તરફ આગાઉ ઝડપાયેલા ચારેય આરોપીની પોલીસે ઓળખપરેડ કરાવી હતી, જેમાં વેપારીએ તથા તેના પુત્રએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા,

 


શિવ વેલર્સના માલિક મોહનભાઇને બંધક બનાવી .૮૫.૫૦ લાખની લૂંટ ચલાવનાર ટોળકીને ઓળખી લઈ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો હતો. લૂંટા ગેંગના ચાર સભ્યો શુભમ સોવરનસીંગ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ, સુરેન્દ્ર જાટ, બિકેશ ઠાકુરને હરિયાણાના પલવલમાંથી પકડીને રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા અને .૬૨.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.લૂંટા ગેંગનો સાગરીત મધ્ય પ્રદેશનો સતિષ સોવરનસીંગ ઠાકુર હરિયાણાથી મળ્યો નહોતો, તેને પકડવા રાજકોટ પોલીસની એક ટીમ ત્યાં જ રોકાઇ ગઇ હતી, રાજકોટ પોલીસ ટીમને ધોલપુર હોલ્ટ ઉપર હતી.

 

 

પકડાયેલ આરોપીઓની પુછપરછમાંથી મહત્વની માહિતી મળી હતી જેના આધારે આગ્રાના જગનેર ખાતે લૂંટાં ટોળકીનો સાગરીત હોવાનુ જાણવા મળ્યું હતું પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ આગ્રા ખાતે ટીમને મોકલી અને સંકલન કરી આગ્રાની એસઓજીની ટીમને સાથે રાખી આરોપીને પકડવા માટેની કાર્યવાહી કરવામા આવેલ જેમાં પોલીસ દ્રારા સ્થાનીક વેશ ધારણ કરી આરોપીની શોધખોળ ચાલુ કરી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી આગ્રાના જંગનેર ગામ ખાતે આવવાનો છે તેવી બાતમી મળતા વોંચમા હતા દરમ્યાન આરોપી જોવામાં આવતા અને પોલીસે ને જોઈ ભાગવા જાય તે પહેલા આરોપીને પકડી પાડવામાં આવેલ સતિષ સૌવરનસિંહ સિકરવાર (રહે મુરૈના સિધ્ધનગર કાલી માતા ના મંદીર પાસે મુરૈના (મહેન્દ્રવાળી ગલી) મધ્યપ્રદેશ મુળ રહે ગલેથા ગામ હનુમાનજી ના મંદીર પાસે તાલુકો જોરા પો.સ્ટ બાગીની જિ.પુરૈના મધ્યપ્રદેશ)ને ઝડપી લીધો હતો.સતિષ સૌવરનસિંહ સિકરવારની પુછપરછ દરમ્યાન તેણે પોતાના ભાગમાં આવેલ મુદામાલ જગનેર ગામના ઇસવ નામના વેપારીને વેંચવા માટે આપેલ છે જેથી રાજકોટ પોલીસ ની ટીમ સતીષ સાથે વેપારીના ઘરે જઇ સતિષએ આપેલો મુદામાલ તેની પાસેથી કઢાવી અને સતિષ અને ઇસુવ ઉર્ફે ટલે ઉર્ફે યુસુફનેની ધરપકડ કરી છે.

 

 

લુટમા સતીષના ભાગમાં આવતા સોના–ચાંદીના દાગીના આરોપી ઇસુવ ઉર્ફે ટલ્લે ઉર્ફે યુસુફને આપતો અને ઇસુવ આ મુદામાલ અન્ય વેપારી પાસે વેંચાર્વી અને પોતાના કમિશન બાદ મળતા પૈસા સતીષને આપતો આમ ઇસુવ મુદામાલ રીસીવીંગ નું કામ કરતો જેથી તેની પણ રાજકોટ પોલીસે ધરપકડ કરી છે.

 

 

લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ પોલીસને રાય પોલીસ વડાએ અભિનંદન આપ્યા
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના એસીપી ની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઇ વી.કે.ગઢવી તથા બી ડીવીઝન પીઆઈ એમ.બી. ઐસુરા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ પી.એમ.ધાખડા, પીએસઆઇ પી.બી.જેબલીયા, પીએસઆઇ એસ.વી.સાખરા, પીએસઆઇ એમ.વી.રબારી,પીએસઆઇ યુ.બી.જોગરાણા, પીએસઆઇ વી.જે.જાડેજા તથા બી ડીવીઝન પીએસઆઇ પી.બી.તરાજીયા તથા પીએસઆઈ બી.બી.કોડીયાતર સાથે સ્ટાફના પ્રતાપસિંહ ઝાલા, ક્રીપાલસિંહ જાડેજા, મયુરભાઇ પટેલ,વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી,દેવરાજભાઇ કાળોતરા તથા પો.કોન્સ. સંજયભાઇ પાપરા, પ્રદીપસિંહ જાડેજા,પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, પુષ્પરાજસિંહ જાડેજા, શકિતસિંહ ગોહીલ, લ) તથા મહેન્દ્રસિંહ જાડેજા (સાઇબરસેલ) તથા બી ડીવીઝનના વીરમભાઇ ધગલ તથા સીરાઝભાઇ ચાનીયા દ્રારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.

 

 

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સતીશ ઉપર ૧૪ જેટલા ગુના ૩,૦૦૦નું ઇનામ
આ ટોળકી દ્રારા લુંટનો પ્લાન અવિનાશ ઉર્ફે ફોજી અને સતિષ સાથે મળીને કર્યેા હતો અને લૂંટ કઇ જગ્યાએ કરવી, કેવી રીતે કરવી, કોણ–કોણે લૂંટ કરવા અંદર જવુ, અને કોણે બહાર કઇ જગ્યાએ ઉભા રહેવુ, કોણ હથિયાર રાખશે, વિગેરે આયોજન અવિનાશ અને સતિષ કરતા અને સતિષ ગાડીમા બેસી રહેતો અને અવિનાશ ઉર્ફે કોજી લુંટ કરવા અન્ય આરોપીઓ સાથે જતો રાજકોટ ની શિવ જવેલર્સની લૂંટમા અવિનાશ ફૌજીને એકિસડેન્ટમા હાથમા લાગેલુ હોવાથી તે લુંટ કરવા જવેલર્સની અંદર જઇ શકે તેમ ન હતો જેથી શુભમ દ્રારા બહત્પજ દબાણ કરાતા સતિષને લુંટ કરવા અંદર જવુ પડેલ હતુ અને તે પોતે જ હથિયાર સાથે અવિનાશની જગ્યાએ અંદર ગયેલ હતો. ઝડપાયેલા સતીશ ઉપર મધ્યપ્રદેશ પોલીસે ત્રણ હજારનું ઇનામ જાહેર કયુ છે અને તે ૧૪થી વધુ ગુનામાં સંડોવાયેલો છે જેમાં સૌથી વધુ લૂંટ ફાયરિંગ હત્યાની કોશિશ સહિતના છ ગુનામાં હજુ પણ તે પોલીસના હાથે આવ્યો નથી ત્યારે રાજકોટ પોલીસે તેને ઝડપી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS