કોરોના વાયરસ મામલે બેનકાબ ન થવા ચીનના ધમપછાડા, યુએને સહયોગ માટે કરી અપીલ 

  • July 24, 2021 08:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે આખું વિશ્વ જાણે છે કે, કોરોના વાયરસ એ ચીનની દેન છે. કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ તેની તપાસ અંગે ચીન પ્રારંભથી જ અનિચ્છા દર્શાવી હતી. હવે ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની તપાસના બીજા તબક્કા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ચીને તપાસના બીજા તબક્કાને 'રાજકીય હેરફેરનું ઉત્પાદન' ગણાવ્યું છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે બીજા તબક્કાની તપાસ માટેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની યોજનાને ફગાવી દીધી છે. અમેરિકા સહિત ઘણા દેશોએ ચીનના આ પગલાની આકરી ટીકા કરી છે.

 

 

આ બાબતે સંયુક્ત રાષ્ટ્રએ ચીન સહિતના તમામ સભ્ય દેશોને કોરોના વાયરસની શરૂઆત શોધી કાઢવામાં સહયોગ માટે અપીલ કરી છે. મીડિયા સાથે વાત કરતા યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકે કહ્યું, '' અમે ચીન સહિતના તમામ સભ્ય દેશોને વિશ્વ આરોગ્ય સંગઠનને સંપૂર્ણ સહયોગ આપવા વિનંતી કરીએ છીએ. જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને લાગે છે કે આ માટે વધુ માહિતીની જરૂર છે, તો અમે આશા રાખીએ છીએ કે બધા રાષ્ટ્રો સહકાર આપશે.''

 

 


ચીને આ તપાસને અનાદરકારી ગણાવી -

 

 


જુલાઈની શરૂઆતમાં, વિશ્વ આરોગ્ય સંગઠને ચીનમાં કોરોના વાયરસના મૂળના અભ્યાસના બીજા તબક્કાની દરખાસ્ત કરી હતી. આ અંતર્ગત, ચીની અધિકારીઓ પાસેથી પારદર્શિતાની માંગ કરવામાં આવી હતી. આમાં, વુહાન શહેરના બજાર, અને વુહાન લેબ્સની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. 22 જુલાઈના રોજ, ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની યોજનાને નકારી કાઢતાં કહ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની યોજનાનું માપદંડ અપમાનજનક છે.

 

 


ચીન તપાસમાં યોગ્ય સહકાર આપી રહ્યું નથી -

 

 

તાજેતરમાં, કોરોના વાયરસના લેબ-લીક થિયરી વિશે ઘણી વાતો થઈ છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાયડને પણ લેબ-લીક થિયરી એંગલથી તપાસ વિશે વાત કરી હતી. તેણે અમેરિકાની તપાસ એજન્સીઓને વાયરસના મૂળને શોધી કાઢવા જણાવ્યું છે.

 

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીમ કોરોના વાયરસના મૂળની શોધ માટે 2021 ની શરૂઆતમાં ચીન પહોંચી હતી, પરંતુ ટીમે નિષ્પક્ષ રીતે તપાસમાં સહકાર ન આપ્યો હોવાથી ટીમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS