પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતને કેન્દ્ર તરફથી રૂ.10,121 કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું

  • March 20, 2021 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીએમવાયએ (યુ) હેઠળ ગુજરાતમાં 7,86,809 મકાન મંજૂર કરવામાં આવ્યાકેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ ગુજરાતને રૂ.10,121 કરોડની કેન્દ્રીય સહાય પુરી પાડી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશમાં 110 લાખ મકાનને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 7,68,809 મકાન ગુજરાતમાં છે. કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) હરદીસિંહ સિંઘ પુરીએ આ માહિતી માર્ચ 17, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્ર્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

 


મંત્રીના નિવેદન અનુસાર આ યોજના હેઠળ ગુજરાત માટે રૂ.14,182 કરોડ સહિત દેશમાં કુલ 1,78,976 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપવામાં આવી છે તેમાંથી ગુજરાત માટે ા.10,121 કરોડ સહિત સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોને કુલ રૂ.90,538 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ આકારણી કરવામાં આવેલી. કુલ 112 લાખ ઘરની સામે અત્યાર સુધીમાં 110 લાખ મકાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાંથી 74.8 લાખ મકાનોનું બાંધકામ થઈ ગયું છે જેમાં બાંધકામ પૂર્ણ થઈ ગયેલા 43.3 લાખ મકાનોનો સમાવેશ થાય છે એમ મંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

 


નથવારી પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અન્વયે કેટલા લોકોને સબસિડી આપવામાં આવી છે, કેટલી સબસિડીની ચૂકવણી કરવામાં આવી છે. દેશમાં આ યોજના હેઠળ કેટલા પ્રમાણમાં પ્રગતિ થઈ છે અને આ યોજનાના અમલીકરણમાં આવતી અડચણો અને તે દૂર કરવા માટે લેવાયેલા પગલાં અંગે જાણવા માગતા હતા.

 


મંત્રીના નિવેદન અનુસાર લાભાર્થીઓના આધારની ચકાસણી, ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર (ડીબીટી)થી ફંડ ટ્રાન્સફર, પ્રોજેકટના જીયો-ટેટીંગ, સોશિયલ ઓડિટ, થર્ડ પાર્ટી કવોલિટી મોનીટરિંગ, સેન્ટ્રલાઈઝડ મેનેજમેન્ટ સીસ્ટમ (એમઆઈએસ) અને સીએલએસએસ આવાસ પોર્ટલ (સીએલએપી) અને સીએલએસએસ ટ્રેકરનો ઉપયોગ કરીને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ર્ચિત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS