કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે

  • April 03, 2021 03:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શીપ રિસાયકલિંગ સેમિનાર અને દાંડી પદયાત્રામાં રહેશે ઉપસ્થિત

 


કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખભાઈ માંડવિયા તા.03 અને 04 એપ્રિલે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે ક્ધટેનર બિલ્ડીંગ યાર્ડની મુલાકાત લેશે. ઉપરાંત ગત બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સિતારામનજીએ શીપ રિસાયકલીંગ ઉદ્યોગને આગામી પાંચ વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરેલ છે. આ અંતર્ગત શીપ રિસાયકલીંગ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા આયોજિત શીપ રિસાયકલીંગ સેમિનારમાં પણ ઉપસ્થિત રહેશે. તા.04/04/2021, રવિવારનાં રોજ આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આયોજિત દાંડીયાત્રામાં નવસારી જિલ્લામાં ઉપસ્થિત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS