સુત્રપાડાના લાટી ગામની દીકરીની અનોખી શિવ ઉપાસના: ૧૨ વર્ષથી કરેલી શિવ ઉપાસના મૌન વ્રત તોડશે

  • March 11, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુત્રાપાડા તાલુકાના લાટી ગામના વણકર (મેઘાવળ) સમાજના તા.૪-૧-૧૯૯૦ના રોજ માતા રાણીના કુખે જન્મ લિધેલ અને પિતા ગોવિંદભાઇ જે વાળા પરિવારના છે.
આ દક્ષાબેન ૬ વર્ષની નાની વયે લાટી પ્રાથમિક શાળામાં ભણવા ગયેલ અને ૯મા વર્ષે અન્ન ન ખાવાનું વ્રત લીધેલ અને સાત વર્ષના ઉપવાસ કરી અને ૨૦૦૬થી શિવ ઉપાસના શરૂ કરી અને ૨૦૦૮થી મૌન ધારણ કરેલ. જેને આજે તેર (૧૩) વર્ષ પૂરા થાય છે. અને દક્ષાબેનને જૂનાગઢ ગિરનારમાં વસવાટ કરતા કાશ્મીરીબાપુની આજ્ઞાથી શિવરાત્રીના રોજ મૌન વ્રત પૂરુ કરશે અને કાશ્મીરી બાપુના દર્શન કરી અને બાપુ રૂદ્રાક્ષની માળા ધારણ કરાવશે. ૧૨ વર્ષ મૌન પાળ્યા બાદ જાહેર સમુદાય સમક્ષ તા.૧૨-૩ને શુક્રવારના રોજ સુત્રાપાડાના લાટી ગામે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ ધર્મસભા સમગ્ર લાટી ગામના તમામ જ્ઞાતિઓના સહકારથી થઇ રહેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS