કોરોના વાયરસની શરૂઆત કયાંથી થઇ તેની નવેસરથી તપાસ ઇચ્છે છે અમેરિકા

  • May 26, 2021 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઈવાનને ઓબ્ઝર્વર બનાવવામાં આવે; ચીનનો જવાબ– જૂઠાણાં ફેલાવી રહ્યું છે અમેરિકા

 


જાન્યુઆરીમાં ડબલ્યુએચઓની એક ટીમ વુહાન લેબપની તપાસ કરવા ગઈ હતી. આ ટીમને ચીનના મહત્વના ડેટા અને કેટલીક જગ્યાએ જવાની મંજૂરી આપી ન હતી.
કોરોના વાયરસની શઆત અંતે કયાંથી થઈ? ચીન પારદર્શી તપાસને સતત ટાળી રહ્યું છે? આ સવાલ ફરી એક વખત ઊઠી રહ્યો છે. શઆત અમેરિકાના 'વોલ સ્ટ્રીટ જર્નલ' અખબારના એક રિપોર્ટથી થઈ છે. જેમાં કહેવામાં આવ્યું કે– વુહાન બેલના ત્રણ રિસર્ચર નવેમ્બરમાં ૨૦૧૯માં જ શરદી–ખાંસી કે નિમોનિયાથી પરેશાન હતા. આ લક્ષણ કોરોનાના પણ હોય છે. તેઓએ હોસ્પિટલ પાસેથી મદદ માગી હતી.

 


આ રિપોર્ટ પર અમેરિકાની સરકારે પણ કડક વલણ અપનાવ્યું. અમેરિકાએ ચીનને કહ્યું કે કોરોના વાયરસ કઈ રીતે ફેલાયો, કયાંથી શ થયો? જેની પારદર્શકતાથી નવી રીતે તપાસ થવી જોઈએ. એટલું જ નહીં અમેરિકાએ ચીનના દુશ્મન તાઈવાનને ઓબ્ઝર્વર બનાવવાની માગ પણ કરી છે. દબાણ વધશે તો ચીને રિપોર્ટને ફગાવતા તેમાં અમેરિકાનું કોઈ નવું જૂઠાણું છે તેમ જણાવી દીધું.

 


જાન્યુઆરીમાં ડબલ્યુએચઓની એક ટીમ વુહાનની તે લેબની તપાસ કરાવવા ગઈ હતી, જે અંગે દાવો કરવામાં આવે છે કે કોરોના વાયરસ કથિત રીતે ત્યાંથી જ લીક થયો છે. ચીન મોટી મુશ્કેલીથી આ લેબ અને કેટલાંક સેમ્પલ્સની તપાસ માટે તૈયાર થયું હતું. ટીમને જરી ડેટા અને કેટલીક મહત્વની જગ્યાએ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
'વોલ સ્ટ્રીટ જર્નલ'ના નવા રિપોર્ટ પછી અમેરિકી ઈન્ટેલિજન્સ એજન્સીઝ તે વાતની ભાળ મેળવવામાં લાગી ગયા કે વુહાનની લેબમાં નવેમ્બર ૨૦૧૯માં શું થયું હતું. જેના એક મહિના પછી ચીને ઔપચારિક રીતે કોવિડ–૧૯ની જાણકારી દુનિયાને આપી હતી. અમેરિકી હેલ્થ સેક્રેટરી જેવિયર બેસેરાએ કહ્યું– હવે તેની વૈજ્ઞાનિક અને પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. જો કે તેઓએ સીધી રીતે ચીનનું નામ લીધું ન હતું.

 


વલ્ર્ડ હેલ્થ એસેમ્બલીએ પોતાના ભાષણ દરમિયાન બેસેરાએ કહ્યું– દુનિયાએ કોવિડનું સત્ય જાણવાના વધુ પ્રયાસ કરવા જોઈએ. જેનાથી આપણે ભવિષ્માં આ પ્રકારની જૈવિક આપદાઓનો સામનો કરી શકીશું. તેના માટે ગ્લોબલ કો–ઓપરેશનની જર છે. તાઈવાનને પણ ડબલ્યુએચઓમાં સામેલ કરવા જોઈએ અને તેને ઓબ્ઝર્વર બનાવવા જોઈએ.

 


કોવિડ–૧૯ની શઆત પર નવા ખુલાસા પછી ડબલ્યુએચઓ પણ એકિટવ થઈ ગયું છે. ગત વર્ષે ત્યારના અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડબલ્યુએચઓને ચીનની કઠપુતલી ગણાવતા તેમનું ફંડિંગ રોકી દીધું હતું. જો બાઈડેને જે ફરી કરી દીધું છે. ડબલ્યુએચઓના પ્રવકતાએ કહ્યું– અમે આ રિપોર્ટનો ટેકિનકલ લેવલ પર તપાસ કરી રહ્યાં છીએ. અમે અમારી ભલામણો ડબલ્યુએચઓ ચીફને મોકલીશું.

 


આ મુદ્દે ટકરાવ વધશે તે નિશ્ચિત લાગી રહ્યું છે. તેનું કારણ હાલમાં જ પબ્લિશ થયેલા ત્રણ રિપોર્ટસ છે. પહેલો– વીકેન્ડ ઓસ્ટ્રેલિયાના ૧૫ દિવસ પહેલા જાહેર કર્યેા હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વુહાન લેબથી વાયરસ લીક તવાની થ્યોરીને ફગાવી કે અવગમી ન શકાય. કેટલાંક પુરાવા આ તરફ ઈશારાઓ કરે છે. બીજો રિપોર્ટ– આ પણ ઓસ્ટ્રેલિયાથી જ જાહેર થયો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન ૬ વર્ષથી સાર્સ વાયરસની મદદથી જૈવિક હથિયાર બનાવવાના પ્રયાસ કરી રહ્યાં હતા. ત્રીજું– વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ, જેમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર ૨૦૧૯માં જ વાયરસ એકિટવ થઈ ગયો હતો અને તેનાથી ચીનના રિસર્ચર બીમાર થયા હતા.

 


પશ્ચિમ દેશો અને ખાસ કરીને અમેરિકા તરફથી કોવિડ–૧૯ની તપાસના વધતા દબાણ પછી ચીને પણ જવાબ આપ્યો. વિદેશ મંત્રાલયના પ્રવકતા ચાઓ લિઝિયાને કહ્યું– આ વર્ષે ડબલ્યુએચઓ એકસપર્ટસે વુહાન લેબની મુલાકાત કરી હતી. તેઓએ સમગ્ર તપાસ કરી હતી. તેઓને આ પ્રકારના કોઈ જ પુરાવા મળ્યા ન હતા. અમે સ્પષ્ટ્ર કરી દેવા માગીએ છીએ કે આ પ્રકારના રિપોટર્સ ખોટા છે. ડબલ્યુએચઓએ પણ કહ્યું હતું કે લેબથી વાયરસ લીક થયો હોવાની શકયતા પણ ખોટી છે. વુહાન લેબનો કોઈ જ રિસર્ચર કયારે બીમાર થયો જ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS