વંથલીના ઉમટવાડાની સીમમાં ટ્રક-ટ્રેકટરમાં ૨૦૪૦ નંગ વિદેશી દારૂ ઝડપાયો: બુટલેગર છનન

  • February 27, 2021 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વંથલી તાલુકાના ઉમટવાડા ગામ નજીક આવેલ સીગ્મા સ્કૂલની પાછળના ભાગે અવાવરુ જગ્યામાં વિદેશી દારૂનું કટીંગ કરવાની પેરવીમાં રહેલ કોયલી ગામના અગાઉ ખુનના કેસમાં સંડોવાયેલ બુટલેગરને વિદેશી દારૂની પેટી ૧૮૦ બોટલ નંગ-૨૦૪૦ કિ.રૂ.૮,૪૪,૮૦૦ તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.૧૯,૪૪,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સફળતા સાંપડી છે.


જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. આર.કે.ગોહિલ તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં ત્યારે પો.કો. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા તથા ભરતભાઇ સોનારાને સંયુકતમાં મળેલ બાતમીના આધારે વંથલી તાલુકાના ઉમટવાડા ગામની સીમમાં આવેલ સીગ્મા સ્કૂલની પાછળના ભાગે આવેલ ખાલી તળાવની અંદર આ દારૂનું કટીંગ કરેલ. દરમિયાન રેડ કરતા ટ્રકમાં તથા ટ્રકની બાજુમાં પડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦૪૦ બોટલ મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી હાજર નહીં આવેલ ઇસમ જાવેદ ઉર્ફે લાખો સાંગાભાઇ હુણ (રહે.કોયલી) વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.


પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં નાઇટ બ્લુ મેટ્રો લીકવીયર બોટલ નં.૮૦૪ કિ.રૂ.૩,૨૧,૬૦૦, મેકડોવલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી બોટલ નં.૫૬૪ કિ.રૂ.૨,૨૫,૬૦૦, રોયલ ચેલેન્જ કલાસીક વ્હિસ્કી બોટલ નં.૨૪૦ કિ.રૂ.૧,૨૪,૮૦૦, રોયલ સ્ટેગ પ્રીમીયર વ્હિસ્કી બોટલ નં.૪૩૨ કિ.રૂ.૧,૭૨,૮૦૦ કુલ ૨૦૪૦ બોટલ રૂ.૮.૪૪ લાખનો તથા ટાટા કંપનીનો ટ્રક કિ.રૂ.૬.૦૦ લાખ, આઇસર કંપનીનું ટ્રેકટર તથા ટ્રોલી કિ.રૂ.૫.૦૦ લાખ મળી કુલ કિ.રૂ. ૧૯,૪૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.


આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ વી.એન.બડવા તથા પો.હે.કો. યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ચાવડા, શબીરખાન બેલીમ, જીતેશ મારૂ, નિકુલ પટેલ તથા પો.કો. દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, સાહિલ સમા, દિનેશભાઇ કરંગીયા, ભરતભાઇ ઓડેદરા, ભરતભાઇ સોલંકી, દિવ્યેશકુમાર ડાભી વગેરે સ્ટાફ પણ જોડાયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS