બાઈડન વિમાનની સીડીઓ ચડતાં ત્રણ વાર પડ્યા, વ્હાઇટ હાઉસે હવાને ગણાવી જવાબદાર

  • March 20, 2021 11:33 AM 

 

શું અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સંપૂર્ણપણે ફીટ છે? આ પ્રશ્ન ઉભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં બાઇડેન વિમાનની સીડીઓ ચઢતી વખતે ડગમગતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રાષ્ટ્રપતિ વિમાનની સીડીઓ પર ત્રણ વખત પડ્યા હતા. જોકે સદનસીબે તેમને કોઇ ઇજા પહોંચી નથી. ત્રણવાર પડવા છતાં પોતાને સંભાળતા વિમાનમાં પહોંચ્યા અને પોતાના ગંતવ્ય માટે રવાના થયા. જોકે વ્હાઇટ હાઉસે તેના માટે હવાને જવાબદાર ગણાવી છે. 

 

 

રાષ્ટ્રપતિ જો બાઇડેન શુક્રવારે એટલાન્ટા ના પ્રવાસે જઇ રહ્યા હતા, જ્યાં તેમણે એશિયાઇ-અમેરિકા ગ્રુપના નેતાઓ સાથે મુલાકાત કરવાની હતી. 'ધન સન'ના રિપોર્ટ અનુસાર એટલાન્ટ રવાના થવા માટે જ્યારે તે એરફોર્સ વન  ના વિમાનમાં સવાર થવા માટે સીડીઓ ચડવા લાગ્યા, ત્યારે તેમનું સંતુલન બગડી ગયું અને તે સીડીઓ પર જ ડગમગવા લાગ્યા. જો બાઇડેન (Joe Biden) સાથે આ ઘટના એકવાર નહી પણ ત્રણ વાર થઇ. એટલા માટે તેમના સ્વાસ્થ્ય પર સવાલ ઉભા થયા છે. 

 

 

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જો બાઇડેન વિમાનની સીડીઓ પર ત્રણવાર પડ્યા. પડ્યા પછી તે બે વાર ફરીથી હાથના સહારે ઉભા થયા, પરંતુ ત્રીજી વાર ઘૂંટણના સહારે પડ્યા. ત્યારબાદ રાષ્ટ્રપતિ સીડીઓની સાઇડ રેલિંગને પકડીને કોઇપણ પ્રકારે ઉપર પહોંચ્યા અને વિમાનમાં બેસીને રવાના થયા. આ વીડિયોને અત્યાર સુધી ઘણીવાર જોવામાં આવ્યો છે અને લોકો રાષ્ટ્રપતિ સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.  

 

 

તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે મીડિયાને જણાવ્યું કે રાષ્ટ્રપતિ 100 ટકા સ્વસ્થ્ય છે. તેમણે કહ્યું કે સીડીઓ પર ખોડા પગલાં પડવાથી તેમનું સંતુલન બગડ્યું અને કોઇ વાત નથી. તે સંપૂર્ણ ફીટ છે. જીન પિયરેના અનુસાર સીડીઓ પર ચડતી વખતે હવા તેજ હતી. કદાચ એટલા માટે 78 વર્ષીય જો બાઇડેનના પગલાં ખોટા પડ્યા અને તેમનું સંતુલન બગડી ગયું

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS