સુશાંત વિશે ટ્વીટ ન કરવા પર કપિલ પર ભડક્યો એક ચાહક, અભદ્ર ભાષામાં આપી સલાહ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને 20 દિવસથી વધારેનો સમય થયો છે. આમ છતાં તેના ચાહકો હજી સુધી એ બાબત પર વિશ્વાસ કરવા તૈયાર નથી કે હું શાંત એ કઈ રીતે પોતાની જિંદગીનો અંત આણી લીધો હતો. જ્યારે બીજી બાજુએ ચાહકો સતત તેમના માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. તાજેતરમાં સુશાંતના એક ચાહકે કોમેડિયન કપિલ શર્મા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને તેમને અંગત રીતે  અભિનેતા વિશે ટ્વિટ કરવા માટે ટિપ્પણી કરી હતી.

 

પોતાની વિરુદ્ધ માં આવી ભાષા સાંભળી કપિલ શર્મા પણ ભડકી ગયા હતા, અને તરત જ તેમણે પોતાની ભાષામાં પોતાનો બચાવ કરતો જવાબ આપ્યો હતો. કપિલ શર્માએ તાજેતરમાં જ કાનપુર એન્કાઉન્ટરના શહીદ થયેલા 8 પોલીસ કર્મીઓને લઈને ટ્વીટ કર્યું હતું. 

 

આ ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ગુનેગારોને પકડીને મારી નાખવા જોઈએ. જેથી શહીદોની આત્માને શાંતિ મળશે. આ પોસ્ટ પર એક વ્યક્તિએ કોમેન્ટ કરી અને કપિલની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને તેને જણાવ્યું હતું કે "જ્ઞાન ચંદ ! તો સુશાંત સિંહ માટે પણ કંઈક કરો."

 

જેનો જવાબ આપતા કપિલે પણ તેની ભાષામાં જ લખ્યું હતું કે "હું તો મારા સ્થાન પર યોગ્ય જ છું, પરંતુ તમે પોતાનું મોં ત્યારે જ ખોલો કે જ્યારે તમારી પાસે કોઈ યોગ્ય કારણ હોય."

 

સુશાતે ગત 14 જૂને બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેના ચાહકો સતત સેલિબ્રિટીને ટ્રોલ કરી રહ્યા છે અને દિવંગત અભિનેતાને લઈને કોઈ ને કોઈ પોસ્ટ કરીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS