રાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉનથી નહીં અટકે કોરોનાનું સંક્રમણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યો કોરોનાને અટકાવવાનો રસ્તો

  • March 27, 2021 06:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે નાઇટ કર્ફ્યુ અને શનિવાર-રવિવારનું કર્ફ્યુ કોરોના વાયરસને રોકવા માટે અસરકારક નથી. તેઓ માને છે કે કોરોનાની બીજી લહેરને રસીકરણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના ભયાનક આંકડાઓ સામે આવી રહ્યા છે. શુક્રવારે લગભગ 60 હજાર નવા દર્દીઓ મળી આવ્યા હતા.

 

 

તેવામાં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનએ જણાવ્યું હતું કે, " સામાજિક અંતર રાખી વાયરસના ફેલાવાને રોકી શકાય છે, પરંતુ નાઇટ કર્ફ્યુ અને અઠવાડિયાના અંતમાં લોકડાઉન અથવા તો આંશિક લોકડાઉન વધારે અસર કરતા નથી." તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર રસીકરણ અભિયાનને વધુ ઝડપી બનાવવાની વિચારણા કરી રહી છે. એટલે જ રસી માટે વયમર્યાદા ઘટાડવામાં આવી રહી છે.

 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનએ એમ પણ કહ્યું હતું કે સરકાર હવે કોરોના જેવા રોગચાળાને પહોંચી વળવા વધુ સારી રીતે તૈયાર છે. તેમના જણાવ્યાનુસાર દેશમાં હાલમાં 6 રસીઓ પર કામ ચાલી રહ્યું છે. આ રસીઓની ટ્રાયલ વિવિધ તબક્કામાં છે. આવી સ્થિતિમાં અપેક્ષા છે કે ટૂંક સમયમાં દેશને વધુ રસી મળી જશે. હાલમાં ભારતમાં બે રસી ઉપલબ્ધ છે અને આ રસી સંપૂર્ણપણે સલામત છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS