ભારતમાં પણ બાળકો માટેની વેકિસનને મંજૂરી આપવામાં આવી

  • May 12, 2021 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિષ્ણાંતોની પેનલે પણ ભલામણ કરી દીધી, બાળકોને સુરક્ષિત કરવામાં મદદ મળશે

 



દેશમાં ખતરનાક બની ગયેલી કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ની સામે કેન્દ્ર તેમજ તમામ રાય સરકારો લડાઈ કરી રહી છે અને રસીકરણ અભિયાન ને વધુ ગતિશીલ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્રારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે બાળકોને પણ સુરક્ષિત કરવામાં મદદ મળશે.

 


હૈદરાબાદ ખાતે આવેલ ભારત બાયોટેક કંપનીને બે વર્ષથી માંડીને અઢાર વર્ષની વય સુધીના લોકો ને રસી આપવા માટે ટ્રાયલ ની મંજૂરી આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ કામગીરી શ થશે. બાળકો માટે આ રસી ખૂબ જ ઉપકારક નીવડશે.

 


ગઈકાલે નિષ્ણાંતોની કમિટી દ્રારા બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે ભલામણ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ આ કામગીરી ઝડપથી શ કરી દેવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. અત્યારે દેશમાં બીજી રહેલા તરખાટ મચાવી રહી છે અને ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે બાળકો ને સુરક્ષિત કરવા માટે રસી આપવી ખૂબ જરી છે.

 


કંપનીને એવી સૂચના પણ આપવામાં આવી છે કે ડિજિટલ ના પરિણામોનું ડેટા તૈયાર રાખવો પડશે અને નિષ્ણાતો દ્રારા તેનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજી ટ્રાયલ ની કાર્યવાહી શ કરવામાં આવશે. અંતિમ કાર્યવાહીનો ડેટા પણ સુરક્ષિત રાખવો પડશે અને આમાં તેના તમામ નિયમોને શરતોનું પાલન કરવામાં આવશે.

 


આ પહેલા પણ એવી અફવા ઉડી હતી કે દેશમાં બાર વર્ષ થી લઈને તેનાથી મોટી ભાઈ સુધીના લોકોને રસી આપવા માટે આ કંપનીને મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ ત્યારબાદ સરકાર દ્રારા એવી ચોખવટ કરવામાં આવી હતી કે આ પ્રકારની કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને તદ્દન ખોટા અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021