વેક્સિન કોરોનાનું સંક્રમણ અટકાવે જ છે તે નક્કી નથી: WHO

  • April 07, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સંક્રમિત લોકોને તેમના પાલતુ પ્રાણીઓથી દૂર રહેવાની સલાહ



કોરોના વાઇરસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ અવઢવમાં છે અને છાશવારે તેના નિવેદનો બદલાતાં રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસી લેવાના કારણે વાઇરસનો પ્રસાર અટકે છે તેવું હજુ નક્કી નથી તેથી વિશ્વ આરોગ્ય સંસ્થા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે વેક્સિનેશન પાસપોર્ટ શરૂ કરવાને સમર્થન આપતી નથી. માગર્રિેટ હેરિસે જણાવ્યું હતું કે, એપ્રિલના અંત સુધીમાં અમે ચીનની કોરોના રસીઓ સિનોફાર્મ અને સિનોવેકને સંભવિત ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની સમીક્ષા શરૂ કરાશે.

 


બીજીતરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ માનવીમાંથી બિલાડી, શ્વાન, મિન્ક, રકૂન, સિંહ અને વાઘમાં પણ કોરોના વાઇરસના પ્રસારની સંભાવના વ્યક્ત કરી છે. રશિયામાં હૂના પ્રતિનિધિ મેલિતા વુજનોવિકે જણાવ્યું હતું કે, મુખ્યત્વે કોરોનાનો વાઇરસ માનવીથી માનવીમાં પ્રસરે છે પરંતુ કોરોના વાઇરસ ઝૂઓટિક વાઇરસ હોવાથી તે માનવીથી પ્રાણીમાં પ્રસરતો હોવાના પુરાવા છે. પરંતુ તેના પ્રસાર માટેનું માધ્યમ કયું છે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા સંખ્યાબંધ મિન્ક, શ્વાન, બિલાડી, સિંહ, વાઘ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. કોરોના વાઇરસની અન્ય પ્રાણીઓમાં થતી અસરોનો હાલ અભ્યાસ ચાલી રહ્યો છે. તેથી કોરોના સંક્રમિત લોકોને તેમના પાલતુ પ્રાણીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

 


ભારતમાં 50,000 મોતની ચેતવણી આપી નથી : WHO
વિશ્વ આરોગ્ય સંસ્થાએ 15 એપ્રિલ સુધીમાં ભારતમાં 50,000 લોકોનાં મોત થશે તેવો દાવો કરતા અહેવાલોને નકારી કાઢયા છે. ટ્વિટર માહિતી આપતાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના કારણે 50,000 લોકોનાં મોત થશે તેવી ચેતવણી હૂએ આપી છે તેવો દાવો કરતો વીડિયો ફેક ન્યૂઝ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ પ્રકારની કોઈ ચેતવણી જારી કરાઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS