કોરોનાના તમામ વેરિયન્ટ સામે અસરકારક રહે તેવી રસીની ફોર્મ્યુલા તૈયાર...

  • July 16, 2021 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયાભરના અલગ અલગ દેશોમાં કોરોનાવાયરસ ના અલગ-અલગ પ્રકારના વેરિઅન્ટ ને કારણે સરકારો ભારે મુશ્કેલીમાં અને ચિંતામાં મુકાઈ ગઈ છે ત્યારે દેશમાં વૈજ્ઞાનિકોએ બાયોટેક પેઢી સાથે મળીને કોરોનાવાયરસ ના તમામ વેરિઅન્ટ સામે અસરકારક રહે તેવી વોમૅ રસી ની ફોર્મ્યુલા તૈયાર કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ના જેટલા સ્વરૂપ બહાર આવ્યા છે તે બધાની સામે આ નવી રસી ખૂબ જ અસરકારક સાબિત થશે કારણ કે પ્રાણીઓ પર તેનું અધ્યયન કરવામાં આવ્યું છે.

 

મેડિકલ જર્નલમાં આ પ્રકારનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તેમાં આ નવી રસી બની રહી હોવાની માહિતી આપવામાં આવી છે. બાયોટેક iti દ્વારા જે વેક સીનની ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તેનાથી ઉંદરોમાં એક મજબૂત પ્રતિરક્ષા વિકસિત થઈ છે.

 

એવી માહિતી પણ આપવામાં આવી છે કે આ રસીને ગરમ રસી તરીકે જાહેર કરવામાં આવી છે અને તે બધા જ લોકો સહન થઈ જાય તે પ્રકારની છે. ૩૭ ડિગ્રી સેન્ટીગ્રેડ પર એક મહિના સુધી તે ટકી શકે છે. કોરોના ના તમામ સ્વરૂપ ની સામે તે ખૂબ જ અસરકારક સાબિત થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

 

એમ માનવામાં આવે છે કે વૈજ્ઞાનિકોની આ નવી શોધ કોરોનાવાયરસ પીડિતો માટે ઉપકારક સાબિત થઈ શકે એમ છે અન્ય લોકો માટે પણ ખૂબ જ સહાયક સાબિત થઈ શકે એમ છે કારણ કે તે દરેક સ્વરૂપ સામે અસરકારકતાથી લડી શકે છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS