આજથી ૧૮ વર્ષથી ઉપરના માટે વેકિસન રજિસ્ટ્રેશન

  • April 28, 2021 09:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના રસીકરણનો આગામી તબક્કો ૧ મેથી શ થઈ રહ્યો છે. અત્યાર સુધી ૪૫ વર્ષથી ઉપરના લોકો જ કોરોનાની રસી મૂકાવી શકતા હતા પરંતુ ૧ મેથી સમગ્ર દેશમાં ૧૮ વર્ષ અને તેથી વધુ વયના દરેક વ્યકિત રસી માટે યોગ્યતાપાત્ર રહેશે. જો કે આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૮થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જે બુધવારે સાંજે ૪ વાગે શ થઈ જશે. ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પહેલાની જેમ ઉપલબધ રહેશે.

 


કોરોનાથી બચવા માટે રસી લેવા ૧૮થી ૪૫ વર્ષની વયના લોકો માટે કોવિન વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય સ્લોટ લેવો જરી કરી દેવાયો છે. જો કે ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવીને રસી મૂકાવી શકે છે. રસીકરણ અભિયાનને ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ સુધીના લોકો માટે ખોલ્યા બાદ જો ઓનસાઈટ રજિસ્ટ્રેશન એટલે કે રસીકરણ કેન્દ્રો પર રજિસ્ટ્રેશન થાત તો ખુબ ભીડ ઉમટી પડત. જે નિયંત્રિત કરવી એક પડકાર રહ્યો હોત. આ જ કારણ છે કે આ ઉંમરના લોકો માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાયું છે.

 


રજિસ્ટ્રેશન કયારથી?
રસી મૂકાવવા ઈચ્છુક ૧૮ વર્ષથી વધુ વયના લોકો આજે બપોરે ૪ વાગ્યાથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

 


કયાં કરી શકાશે રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?

 


આરોગ્ય સેતુ એપ પર તમને કોવિનનું ડેશબોર્ડ દેખાશે. ત્યાં કિલક કર્યા બાદ તમારે લોગઈનરજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારા ૧૦ અંકના મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર ઓટીપી આવશે જેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો બીજો તબક્કો શ થશે. તમારે તમાં નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ ૪ અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેકિસનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમાં મનગમતું સેન્ટર પસદં કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે.

 

 

કોવિન પોર્ટલ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
કોવિન પોર્ટલ (www.cowin.gov.in) પર જાઓ. ત્યારબાદ તમારો ૧૦ આંકડાવાળો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દ્રારા વેરિફાય કરો. ઓટીપી સબમિટ કરતા જ નવું પેજ ખુલશે યાં તમારે તમારી પ્રાથમિક જાણકારી જેમ કે નામ, જન્મતિથિ,વગેરે ભરવાની રહેશે. ત્યારબાદ તમારી નજીકનું કોવિડ રસીકરણ સેન્ટર પસદં કરો. સેન્ટર પસદં કર્યા બાદ ટાઈમિંગ સ્લોટ પસદં કરો. બધી વિગતો ચકાસીને કન્ફર્મ કરો. તમાં સફળતાથી રજિસ્ટ્રેશન પૂં થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS