આજથી ૧૮થી ૪૪ વયનાને અઠવાડિયા સુધી રોજ રસીના ૧ લાખ ડોઝ અપાશે

  • May 24, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮થી ૪૪ વય જૂથના લોકોની રસીકરણની કામગીરી એક અઠવાડિયા સુધી ચાલશે

 


ગુજરાતમાં કોરોનાના નવા કેસો ઝડપથી ઘટી રહ્યા છે યારે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય પાણીએ રાયમાં કોરોના રસીકરણ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યેા છે. રાયમાં ૧૦ શહેરોમાં ચાલી રહેલી ૧૮થી ૪૪ વય જૂથના લોકોની રસીકરણની કામગીરીમાં દરરોજના ૩૦ હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આજથી એક અઠવાડિયા સુધી દરરોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યેા છે. રાયમાં ૧૮થી ૪૪ની વય જૂથના યુવાઓનું રસીકરણ ઝડપથી અને વ્યાપકપણે થાય તેમજ વધુને વધુ યુવાઓને સીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના આરોગ્યરક્ષા ભાવ સાથે વિજય પાણીએ આરોગ્ય વિભાગને એક સાહ સુધી ૧ લાખ ડોઝનું રસીકરણ કરવા સૂચવ્યું છે. વિજય પાણીના યુવા આરોગ્ય હિતકારી નિર્ણયથી અગાઉ ૩૦ હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે દરરોજના એક લાખ યુવાઓને આવરી લેવાશે.

 


આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજિત ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.
આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતી રવિના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ વ્યવસ્થા સુઆયોજિતરીતે પાર પડે તે માટેનું આયોજન કયુ છે. અહીં નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૭૦૩૭૬૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે એકિટવ કેસો ૭૫૧૩૪ છે જેમાં ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ૭૪૪૮૨ દર્દીઓ સ્ટેબલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS