વેરાવળ-પાટણ પાલિકાનું ૮૩.૬૭ કરોડનું બજેટ મંજૂર

  • March 31, 2021 09:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાની પ્રથમ બજેટ બેઠક પાલીકાના યુવા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીની અઘ્યક્ષતામાં નગરપાલીકાના સભાખંડ ખાતે યોજાઇ હતી. પાલીકાની પ્રથમ બજેટ બેઠકમાં પાલીકા પ્રમુખશ્રી દ્વારા કોઇ પણ જાતના નવા કરવેરા  વિનાનું આગામી વર્ષ ૨૦૨૧ - ૨૦૨૨નું રૂા.૮૩.૬૭ કરોડનું રૂા.૧.૪૯ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરેલ કરતાં ઉપસ્થીત ૪૦ નગરસેવકો પૈકી ૧ કોંગી નગરસેવકના વિરોઘ સાથે બહુમતીથી બજેટને મંજુર કરાયું હતું.


 ગઈકાલે રજૂ થયેલા વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના બજેટમા ૨૯.૧૦ કરોડ વિકાસ યોજના માટે, ૬.૩૨ કરોડના જુના દેણાં ચુકવવા માટે તેમજ ૨૬.૩૯ કરોડ અગ્રીમ આવશ્યક સેવાઓ માટે જોગવાઇ કરાઈ છે. હયાત કૈલાશ ધામ/ સ્મશાન ને ૬૫.૦૦ લાખના ખર્ચે અપગ્રેડેશન કરી ઇલેકટ્રીક સ્મશાન ભઠૃી સાથે અગ્ની, ગેસ, અને ઇલેકટ્રીક સીટી સાથેની વ્યવસ્થા કરાશે. અમૃત યોજના અર્ંતગત ૧૦.૦૦ કરોડના ખર્ચે શહેરના મુખ્ય માર્ગો સહીતના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફુટ પાથ બનાવાશે. હયાત ઝવેરચંદ મેધાણી લાયબ્રેરીને અપગ્રેડ કરી ૫૦.૦૦ લાખના ખર્ચે વાતાનુકુલીત નવો વાંચનાલય ખંડ માટે જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં સ્ટ્રીટલાઇટોનું નવીનીકરણ સાથે નવા ઉમેરાયેલ વિસ્તાર/ ઓ.જી . વિસ્તારમાં નવી ૭૫૦ સ્ટ્રીટ લાઇટ ફીટ કરવા તેમજ સર્કલો અને ગાર્ડન પર હાઇ માસ્ટ ટાવર ઉભા કરવા માટેનું આયોજન (કુલ ૧૩૫૦૦ લાઇટોનું લક્ષ્યાં ક) છે. શહેરના મુખ્ય સર્કલોને ફુવારાઓ થી સુશોભીત કરાશે. શહેરમાં સ્વચ્છતાને અગ્રીમતા સાથે ડોર ટુ ડોર કલેકશન યોજનાને વઘુ અસરકારક બનાવાશે. પાણીની લાઇનમાંથી લીકેજ સહીતના કારણે પીવાના પાણીના થતાં બગાડને અટકાવવા નવીનીકરણ અને મરામત માટે નું અયોજન કરાયું છે. શહેરના હયાત સાત પબ્લીક ગાર્ડનનું ૧.૨૦ કરોડના ખર્ચે આઘુનીકરણ/નવીનીકરણ કરાશે. શહેરના રોડ રસ્તા માટે ૧૫ કરોડના ખર્ચે ડામર, સી.સી તેમજ પેવર બ્લોક સાથે નવિનીકરણ માટે જોગવાઇ કરવામાં આવી છે. હયાત કોમ્યુનીટી હોલને અપગ્રેડ કરી વઘુ એક નવો એસી હોલ તેમજ ખડખડ વિસ્તારમાં નવા કોમ્યુનીટીહોલનું નિર્માણ કરવામાં આવશે. શહેરને હરીયાળું અને રળીયામણું બનાવવા વૃક્ષારોપણનું મહાઅભિયાન શહેરી વિસ્તારમાં ૧,૦૮,૦૦૦ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ છે.સ્વચ્છ ભારત મિશન અર્ંતગત આપણું શહેર ૧૦૦ ટકા ખુલ્લામાં શૌચક્રિયા મુકત બને તેમજં સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧-૨રમાં વેરાવળ પાટણ શહેરને સ્વચ્છ શહેર બનાવી દેશની કુલ ૧૨ જયોતિલીંગ માંની શ્રી સોમનાથ દાદાની પ્રથમ જયોતિલીંગ ધરાવનારૂ આપણું આ શહેર સ્વચ્છ અને સ્વસ્થ બને તે માટે સતત પ્રયત્નશીલ રહી વર્ષ ૨૦૧૧-૨૦૨૨ના અંદાજપત્રમાં પણ આ બાબતે ખાસં જોગવાઇ કરવામાં આવેલ છે. નગરને રળીયામણુ અને હરીયામણુ બનાવવા શહેરમાં રહેલ બાગ બગીચાને સુશોભિત કરવા, ગાર્ડનમાં લેન્ડ સ્કેપીંગ, ચીલડ્રન પ્લે એરીયા, વોક-વે, હેલ્થ કોર્નર વિગેરે બનાવવા, સ્ટ્રીટલાઇટોનું મરામત નવીનીકરણ તેમજ રોડ, રસ્તા મરામત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે.શહેરમાં ૧૦૦ ટકા શૈચાલય બને અને શહેર સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં સારા નંબર લાવે તે માટે વેરાવળ પાટણ નગરપાલિકાના સદસ્યોય તથા કર્મચારીની ટીમ સતત કાર્યરત છે. શહેરમાં સફાઇને અગ્રીમતા આપી વર્ષ ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન થાય તેમજ દરેક ઘર - દુકાન પર ગ્રીન અને બ્લ કચરા ટોપલી હોય તે માટે આયોજન કરવામાં આવેલ છે. 


  આપણા શહેરમાં નાના મોટા કુલ ૭ ગાર્ડન આવેલા છે. જે પૈકી ટાવર ચોક પાસે આવેલ આંબેડ઼કર ગાર્ડનમાં વર્ષ ૨૦૨૦-૨૧ અર્ંતગત ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ માંથી સી. સી. પાથવે રૂા. ૬.૦૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે. તેમજ સોમનાથ સોસાયટી, જીવન જયોત સોસાયટી, ફિલ્ટર પ્લાન ભાલકા પાસેના, આવાસ યોજના પાસેના ગાર્ડનીને અમૃત યોજના તળે રૂા. ૧૦૯.૦૦ લાખના ખર્ચે ડેવલોપમેન્ટ કરવાનું કામ હાલ કાર્યરત છે. અંતિમખંડ નંબર ૩૧૨, ડાભોર ચોકડી પાસે આવેલ ગાર્ડનને પાથવે તથા ઓફીસ કમ સ્ટોર રૂમ બનાવવા માટે ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ માંથી રૂા.૧૦.૦૦ લાખનું કામ હાલ કાર્યરત છે. જે કામ વર્ષ ૨૦૧૧-૨૦૨૨માં પૂર્ણ કરવામાં આવનાર છે. ફિલ્ટર પ્લાન ભાલકા પાસેના ગાર્ડનને અમૃત યોજના તળેની ગ્રાન્ટમાંથી મોરનીંગ વર્ક માટેના ટ્રેક બાળકોને રમતગમત માટેના સાધનો, વોટર ફાઉનટેન, ફુલ - ઝાડ વગેરેથી શુશોભીત કરવાનું કામ આ નાણાકીય બજેટમાં લેવામાં આવેલ છે. શહેરના વિવિધ ટ્રાફીક જંકશન, ચાર રસ્તા ઉપર સર્કલને વિકસાવવા તેમજ નવા સર્કલ અનાવવાનું,  ફુટપાથોને વિકસાવવા માટેનું આયોજન પણ વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના અંદાજપત્રમાં કરવામાં આવેલ છે. આજની મીટીંગમાં કુલ-૪૦ સભ્યોુ હાજર રહેલ અને બજેટ સહીત તમામ ઠરાવો બહુમતીથી મંજુર કરવામાં આવેલ છે. પ્રમુખશ્રી પીયુષભાઇ ફોફંડીની અઘ્ય ક્ષતામાં મળેલ બેઠકમાં ચીફ ઓફીસરશ્રી જતીનકુમાર વી. મહેતા, સેક્રેટરી ડી.ડી. દવે સહીત તમામ વિભાગના અધિકારીઓ ઉ૫સ્થી ત રહયા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS