ગુજરાતની ડિજીટલ ક્રાન્તિના પોસ્ટરમાં વિજય રૂપાણી ભારતના મુખ્યમંત્રી તરીકે દશર્વિાયા

  • March 31, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગે છપાવેલા પોસ્ટર્સ અને બેનર્સમાં મોટો છબરડો, અધિકારીઓએ એક ઐતિહાસિક પહેલની સાથે એક ઐતિહાસિક ભૂલ કરી દીધીદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભારતના મુખ્યમંત્રી બની ગયા છે. કેન્દ્રમાં જાણે કે મુખ્યમંત્રીની નવી પોસ્ટ ઉભી કરવામાં આવી હોય તેવું લાગે છે, પરંતુ સરકારી યોજનાઓના સાઇનબોર્ડ કે બેનર્સ લગાડતી એજન્સીઓએ મોટો ગોટાળો સજીર્ દીધો છે.

 


સાબરકાંઠા જિલ્લાના વડામથક હિંમતનગરમાં તાલુકા પંચાયત કચેરીની બહાર લગાડેલા બોર્ડમાં આ મોટી ભૂલ જોવા મળી છે. વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી નહીં પણ ભારતના મુખ્યમંત્રી દશર્વ્યિા છે. આ બોર્ડમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવેલો છે. ડિજીટલ ક્રાન્તિનું આ પોસ્ટર બનાવવામાં આવ્યું છે જેમાં રાજકીય ક્રાન્તિ કરી નાંખવામાં આવી છે, જે જોઇને જિલ્લાના વહીવટી તંત્રને પણ આશ્ચર્ય થયું છે.

 


હિંમતનગરમાં લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં વિજય રૂપાણી ભારતના મુખ્યમંત્રી બન્યાં છે. ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં આ મોટી ભૂલ કરવામાં આવી છે. ગામના નામ, વ્યક્તિના નામ કે કોઇ પ્રોજેક્ટની તકતીમાં ભૂલો જોવામાં આવી છે પરંતુ ડીજીટલ ક્રાન્તિના પોસ્ટરમાં આવડી મોટી ભૂલ આયોજકોને પણ સમજમાં આવી નથી.

 


ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ડિજીટલ ક્રાન્તિની એક ઐતિહાસિક પહેલ.. એવું પોસ્ટરનું સૂત્ર છે પરંતુ અહીં તો સરકારી વિભાગે ઐતિહાસિક ભૂલ કરી દીધી છે. મોદીના ફોટા નીચે માનનીય વડાપ્રધાન, ભારત લખવામાં આવ્યું છે પરંતુ વિજય રૂપાણીના ફોટા નીચે માનનીય મુખ્યમંત્રી, ભારત લખવામાં આવ્યું છે. અહીં ભારતની જગ્યાએ ગુજરાત લખવાનું થતું હતું પરંતુ ગ્રામીણ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ ભૂલ સમજાઇ શકી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS