સોફ્ટ સિંગ્નલ અંગે મચ્યું ઘમાસાણ: વિરાટે કહ્યું, અમ્પાયર માટે પણ બને ‘I Don’t Know’ સિગ્નલ

  • March 19, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગની ખૂબ ચચર્મિાં રહી. આ મેચમાં ઇંગ્લેન્ડને આઠ રનથી હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ અંગે રિએક્શન આપ્યું હતું. ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચ બાદ ભારતીય કેપ્ટને કહ્યું કે, તે સમજી શકતો નથી જ્યારે ફીલ્ડર પોતે પણ તે વાતને લઈને આશ્વસ્થ નહોતો કે તેમણે કેચ કર્યો છે કે નહીં તો પછી ફિલ્ડ અમ્પાયરે સોફ્ટ સિગ્નલ આઉટ કેવી રીતે આપ્યો.

 


સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી અને ત્યારબાદ બોલરોના બોલિંગ પ્રદર્શનની મદદથી ભારતે ચોથી મેચમાં ઈંગ્લેન્ડને પરાજિત કરી પાંચ મેચની શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી છે. શનિવારે આ જ મેદાન પર શ્રેણીની છેલ્લી મેચ રમવામાં આવશે. કોહલીએ મેચ પ્રજેંટેશન દરમિયાન કહ્યું કે, ટેસ્ટ સિરીઝમાં એક એવી ઘટના બની હતી જ્યારે અજિંક્ય રહાણેએ કેચ પકડ્યો હતો, પરંતુ તે પૂરેપૂરી રીતે આશ્વસ્થ ન હતો. જ્યારે વાત નજીકની હોય છે, ત્યારે સોફ્ટ સિગ્નલ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. હું સમજી શકતો નથી કે અમ્પાયરો માટે પણ મને ખબર નથી જેવા સંકેત કેમ નથી. રમત માટે આવું કરવું જરૂરી છે. પરંતુ અમે મેદાન પરના દરેક નિર્ણયમાં સ્પષ્ટતા ઈચ્છીએ છીએ.
ભારતીય ઇનિંગ દરમિયાન અમ્પાયરના બે નિર્ણયો વિવાદમાં રહ્યા હતા. આ નિર્ણયો 50-50 હતા અને કોઈપણ ટીમની તરફેણમાં જઈ શકતા હતા. સૂર્યકુમાર યાદવે સેમ કરનના બોલ પર શોટ ફટકાર્યો હતો પરંતુ ડેવિડ માલને કેચ કરી લીધો હતો. રિપ્લેમાં જોઈ શકાતું હતું કે, બોલ કદાચ જમીનને અડી ગયો હતો, જોકે ત્રીજા અમ્પાયરે સોફ્ટ સિગ્નલના આધારે બેટ્સમેનને પુરાવાના અભાવમાં આઉટ જાહેર કર્યો હતો.

 


ભારતીય ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં વોશિંગ્ટન સુંદરે અપર કટ રમ્યો હતો, જેને આદિલ રશીદે થર્ડ મેન બાઉન્ડ્રી પર કેચ ઝડપી લીધો હતો. જોકે રિપ્લેમાં રશીદનો પગ બાઉન્ડ્રીને સ્પર્શતો હતો. પરંતુ ત્રીજા અમ્પાયર વીરેન્દ્ર શમર્એિ ઓન-ફીલ્ડ અમ્પાયરના નિર્ણયને સમર્થન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS