સુશાંતનું મોત એ બોલિવૂડ માટે વેકઅપ કોલ છે : વિવેક ઓબેરોયે લખ્યો ખુલ્લો પત્ર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં જઈ આવ્યા બાદ અભિનેતા વિવેક ઓબેરોયે ટ્વિટર પર એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં વિવેકે પોતાના દિલની તમામ બાબતો જણાવી છે, જે તેમણે અંતિમ સંસ્કાર દરમ્યાન અને હંમેશા બોલીવુડ વિશે જે અનુભવ્યું છે. આ ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

 

વિવેકે લખ્યું છે કે " સુશાંતના અંતિમ સંસ્કારમાં સહભાગી થતી વખતે અમને ખૂબ જ તકલીફ થઈ રહી હતી. હું ખરેખર એ દુવા કરૂ છું કે કદાચ હું તેમની સાથે મારો પોતાનો વ્યક્તિગત અનુભવ જણાવી શકત અને તેમના દર્દને ઓછું કરવા માટે તેમની મદદ કરી શક્યો હોત. આ પીડામાંથી હું પણ પસાર થઈ ચૂક્યો છું અને મારી આ સફર ખૂબ જ પીડાદાયક રહી હતી જેમાં કોઇપણ વ્યક્તિ ખૂબ જ એકલો પડી શકે છે." 

 

વિવેકે જણાવ્યું હતું કે "આમ છતાં પણ મોત એક જ આ બધા પ્રશ્નોનો જવાબ ન હોઈ શકે, આત્મહત્યા એ કદી કોઈ પ્રશ્નો હલ ન બની શકે. તેમની સાથે વાત થયા બાદ કદાચ તેઓ પોતાના પરિવાર, મિત્રો અને ચાહકો વિશે વિચારવાનું બંધ કરી શકત તો આપણે મોટા ખાલીપા માંથી પસાર થવું ન પડત.. કદાચ તેને એહસાસ થયો હોત કે લોકો તેની કેટલી પરવા કરી રહ્યા છે."

 

મેં તેમના પિતાને અગ્નિ સંસ્કાર આપતા જોયા ત્યારે તેમની આંખોમાં જે દર્દ હતું તે નિહાળવું ખરેખર અસહ્ય હતું. જ્યારે તેની બહેનની આંખોમાં આંસુ જોયા, તેને રડતા જોઇ ત્યારે હું શબ્દોમાં વ્યક્ત કરી નથી શકતો કે આ સમયે મનને કેટલી વેદનાની અનુભૂતિ થઈ રહી હતી.

 

વધુમાં તેમણે લખ્યું હતું કે હું આશા રાખું છું કે આપણી ઇન્ડસ્ટ્રીમાં જેઓ પોતાને એક પરિવાર કહે છે, તેમણે પોતાનું ગંભીર રીતે નિરીક્ષણ કરવાની જરૂરિયાત છે, આપણે એકબીજાની ટીકા કરવાના બદલે એકબીજાની મદદ કરવાની જરૂરિયાત છે. અહંકાર વિશે ઓછું વિચારી અને ટેલેન્ટેડ તેમજ ડિઝર્વ કરતા લોકો તરફ ધ્યાન દેવાની જરૂરિયાત છે.

 

"આ પરિવારને ખરેખર પરિવાર બનાવવાની જરૂરિયાત છે. જ્યાં ટેલેન્ટની પરખ કરવામાં આવે નહીં કે નષ્ટ કરવામાં આવે. આ ઘટના આપણા તમામ માટે વેકઅપ કોલ છે. હું  હસતા રહેતા સુશાંતને હંમેશા યાદ કરીશ, દુવા કરીશ કે ઈશ્વર તમામ દર્દ લઈ લે જેની  તે અનુભૂતિ કરી હોય મારા ભાઈ, તારા પરિવારને આ દુઃખદ ઘટનાનો સામનો કરવાની શક્તિ આપે. આશા છે કે હવે તું એક સારી જગ્યા પર રહીશ. કદાચ અમે લોકો તને ડિઝર્વ જ કરતા ન હતા."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS