સુરેન્દ્રનગરમાં તંત્ર દ્વારા લોક ડાઉન ની અમલવારી કરાવવા કમર કશી,  ચુસ્ત બંદોબસ્ત    

  • October 28, 2020 11:34 AM 

 દેશ માં જ્યારે લોક ડાઉન જાહેર કરાયું છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસારને ધ્યાનમાં લઈ સંપૂર્ણ રાજ્યમાં 21 દિવસ માટે સરકારે લૉકડાઉન કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરાઈ છે.  સુરેન્દ્રનગર ખાતે પણ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને 144ની કલમ તથા જાહેરનામાનો અમલવારી કરાવતા જોવા મળી રહ્યા છે લોકો માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવ કરતા નજરે પડ્યા.સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલિકા મથકોએ લૉકડાઉનમાં દવાઓ, કરિયાણુ, દૂધ અને શાકભાજી, ફળ, ઇંધણ, જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાન પણ ચાલુ રહી છે. ત્યારે વઢવાણ શહેરમાં પણ 144 નું  કડક પણે પાલન પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. હાલ સુરેન્દ્રનગર શહેર તથા વઢવાણ શહેરમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે તેમજ કરિયાણું, શાકભાજી અને દૂધની ડેરી પર ટ્રાફિક જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા શાકમાર્કેટ ને બંધ કરાવીઅને શાકના ફેરિયાઓ ને ગલીઓમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો ની અપીલ કરવામાં આવી રહી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS