પાણી કાપોત્સવ વચ્ચે કાલે મનપામાં પદગ્રહણ

  • March 11, 2021 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે તા.12ને શુક્રવારે વોર્ડ નં.1, 2, 8, 9 અને 10, તા.13ને શનિવારે વોર્ડ નં.2, 3, 7, 8, 11, 13 અને 14 તેમજ તા.14ને રવિવારે વોર્ડ નં.1, 2, 8, 9 અને 10માં પાણી વિતરણ બંધ રહેશે


રાજકોટ મહાપાલિકામાં આવતીકાલે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી સભ્યો વિગેરે શાસકો પદગ્રહણ કરનાર છે બરાબર ત્યારે જ કાલથી ત્રણ દિવસ સુધી અલગ અલગ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. પાણી કાપોત્સવ વચ્ચે નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળશે!

 


વિશેષમાં મહપાલિકાના ઈજનેરી વર્તુળોના જણાવ્યા મુજબ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા નર્મદા કેનાલ નં.32, 33, 34 યોજના હેઠળના સંપ્ની સફાઈ તેમજ અન્ય કામો માટે શટડાઉન લેવામાં આવતા વોટર વર્કસ બ્રાન્ચને કાલથી ત્રણ દિવસ સુધી દરરોજ અલગ અલગ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવા ફરજ પડી છે.

 


ઈજનેરી વર્તુળોએ ઉમેર્યું હતું કે, આવતીકાલે તા.12ને શુક્રવારે વોર્ડ નં.1, 2, 8, 9 અને 10મા પાણી વિતરણ બંધ રહેશે. તા.13ને શુક્રવારે વોર્ડ નં.8, 11, 13 તેમજ વોર્ડ નં.2, 3, 7 અને 14મા વિતરણ બંધ રહેશે. જયારે તા.14ને રવિવારે વોર્ડ નં.1, 2, 8, 9 અને 10માં પાણી વિતરણ બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળી રહ્યા હોય તે દિવસે જ પાણીકાપ હોય તેવું કદાચ છેલ્લા દાયકામાં પ્રથમ વખત બન્યું છે. સૌની યોજના અંતર્ગત ભરપુર નર્મદાનીર ઠાલવવામાં આવ્યું હોય જળસ્ત્રોત ભરેલા છે છતાં મેન્ટેનન્સના નામે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. સામાન્ય રીતે સાફ-સફાઈ અને મેન્ટેનન્સના કામો શિયાળામાં થતા હોય છે પરંતુ આ વર્ષે ઉનાળામાં શ કરાતા આશ્ર્ચર્ય સર્જાયું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS