દક્ષિણ રાજકોટના વોર્ડ ન. ૭, ૧૩, ૧૪ અને ૧૭માં તા.૨૭ને ગુરૂવારે પાણીકાપ

  • May 25, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાજ્ઞિક રોડ, જાગનાથ, પંચનાથ, ટાગોર રોડ, વિધાનગર મેઈન રોડ, કેનાલ રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, મવડી અને કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી નહીં મળે


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આગામી તા.૨૭ને ગુવારના રોજ દક્ષિણ રાજકોટના ચાર વોર્ડમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. વોર્ડ નં.૭,૧૩,૧૪ અને ૧૭ હેઠળના વિસ્તારોમાં આ દિવસે પાણી વિતરણ બધં રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 


વધુમાં આ અંગે મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રિ–મોન્સૂન કામગીરી અંતર્ગત રિબડા ફિલ્ટર પ્લાન્ટ પર કલેરીફાયરની સફાઈ તથા ઈલેકટ્રીકલ અને સિવિલ વિભાગ દ્રારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય તા.૨૭–૫–૨૦૨૧ને ગુવારના રોજ ગુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ઢેબર રોડ પરના વોર્ડ નં.૭,૧૪ અને ૧૭ના પાર્ટ વિસ્તારો તેમજ ગોંડલ રોડ પરના વોર્ડ નં.૭ અને ૧૩ના વિસ્તારોમાં પાણી વિતરણ બધં રહેશે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્રારા હંમેશા પાણીકાપની જાહેરાત વેળાએ જે વોર્ડના પાર્ટ વિસ્તારોમાં પાણી વિતરણ બધં રહેનાર હોય તેના નામો જાહેર કરવામાં આવતા ન હોય તે વોર્ડના કયા વિસ્તારોમાં પાણી મળશે અને કયા વિસ્તારોમાં નહીં મળે તેનો નાગરિકોને ખ્યાલ આવતો નથી જેની આગોતરી જાણ થવી જોઈએ તેની જાણ પાણી ન આવે ત્યારે થાય છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વોર્ડ નંબરની સાથે–સાથે યારે પાર્ટ વિસ્તારોમાં પાણીકાપ મુકાયો હોય ત્યારે કયા વિસ્તારોમાં પાણી મળશે અને કયા વિસ્તારોમાં નહીં ? તેનો સ્પષ્ટ્ર ચિત્તાર આપવો જોઈએ તેવી લોકમાગણી ઉઠી છે.

 


રાજકોટ મહાનગરપાલિકાની ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ લગભગ પાંચ વખત વિવિધ કારણોસર વિવિધ વિસ્તારોમાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. કયારેક વીજ પુરવઠાનું કારણ જાહેર કરાય તો કયારેક અન્ય ટેકનીકલ ક્ષતિઓને આગળ ધરાય છે. ઇલેકિટ્રસીટી તેમજ અન્ય ટેકનીકલ ફોલ્ટ મેનેજેબલ હોય છે પરંતુ તે માટે ઇજનેરોએ તેમની કામગીરીમાં પૂરતું ધ્યાન આપવાની જરૂર હોય છે. હાલ ઉનાળાની અસહ્ય ગરમી અને કોરોનાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા નાગરિકો પર પાણીકાપ ન ઝીંકાય તે જ ઇચ્છનીય છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને મોઢે માગ્યુ નર્મદા નીર આપ્યું છે અને શહેરને પાણી પુરું પાડતા તમામ જળાશયોમાં પુરતો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે સ્થાનિક પ્રશાસને પાણી કાપ ન આવે તે માટે જહેમત લેવી જોઇએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS