વેક્સિનેશનમાં રાજકોટને અવ્વલ બનાવશું: મેયર-સ્ટે.ચેરમેન

  • March 24, 2021 05:50 PM 

શુક્રવારથી ત્રણ દિવસ માટે શહેરમાં રસીકરણ માટે મોટાપાયે ઝુંબેશ: કાર્યકરો ઘરે ઘરે જઈને વડિલોને સમજાવશે
સામાજિક સંસ્થાઓ અને સોસાયટીઓનો સહયોગ લેવાશે: સુખી સંપન્ન લોકો ખાનગી હોસ્પિટલમાં રસી મુકાવે તેવો અનુરોધ
નવા અને હયાત પ્રોજેકટ નિધર્રિીત સમયે પુરા થાય તે માટે તંત્ર કટિબધ્ધ: નવા ભળેલા વિસ્તારોમાં વિકાસકાર્યો હાથ ધરાશે

 

સમગ્ર રાજકોટમાં કોરોના સામે રક્ષણ આપતી વેક્સિન મુકાવાની કાર્યવાહી ઝડપભેર ચાલી રહી છે અને આગામી શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ મહાનગરપાલિકા દ્વારા રાજકોટમાં મોટાપાયે વેક્સિનેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત મેયર પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કરી છે. આ બન્ને આગેવાનોએ કહ્યું હતું કે, વેક્સિનેશનની આ ઝુંબેશથી રાજકોટને સમગ્ર રાજ્યમાં અવ્વલ બનાવશું.

 


રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત હોદ્દેદારો, મેયર પ્રદીપ ડવ,  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પ્રદેશ ભાજપ્ના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ્ના પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, પ્રદેશ ભાજપ્ના મંત્રી બિનાબેન આચાર્ય, કોર્પોરેટર ભાનુબેન બાબરિયા વગેરેએ આજે આજકાલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને વેક્સિનેશન ઉપરાંત રાજકોટ શહેરના વિકાસને લગતી વાતો કરી હતી.
મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં વધુને વધુ લોકો રસી મુકાવે તે માટે મહાનગરપાલિકાનું તંત્ર અને ભાજપ્નું સંગઠન સક્રિય છે. અત્યારે 60 વર્ષથી ઉપરના વડિલો તેમજ 45 વર્ષથી વયના અને કોમોર્બિડ લોકો વેક્સિન મુકાવી શકે છે. શહેરની ખાનગી હોસ્પિટલો અને મહાનગરપાલિકાના આરોગ્ય સેન્ટરમાં આ કામગીરી ચાલી રહી છે પરંતુ તેમાં ઝડપ આવે તે માટે આગામી શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ માટે વ્યાપકપણે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં બૂથના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો વગેરે લોકોને વેક્સિન મુકવા માટે ઘરે ઘરે જઈને જાગૃત કરશે.

 


તેમણે કહ્યું હતું કે, આ ઝુંબેશમાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને રહેણાંક સોસાયટીઓનો પણ સહયોગ લેવાશે. વધુમાં ટેસ્ટિંગ બૂથ ઉભા કરાશે અને ધનવંતરી રથની સંખ્યા પણ વધારાશે. તેમણે ઉમેર્યું હતું કે, વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અઢી લાખ જેવી પત્રિકાઓ છાપવામાં આવી છે અને તેનું વિતરણ પણ શ કરવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે, આગામી 1લી એપ્રિલથી 45 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ વેક્સિન લઈ શકે છે તેવી જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી થયા બાદ રાજકોટમાં પણ 1લી એપ્રિલથી વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે નવેસરથી ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

 


તેમણે કહ્યું હતું કે, મહાનગરપાલિકાના આરોગ્ય સેન્ટરો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન મુકવામાં આવે છે. તેમણે અપીલ કરી હતી કે, શહેરના સુખીસંપન્ન લોકોએ ખાનગી હોસ્પિટલમાં જઈને વેક્સિન મુકાવવી જોઈએ અને અન્યોએ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન મુકાવવી જોઈએ. બન્ને સ્થળોએ એક જ સરખી કોવિશિલ્ડ નામની વેક્સિન મુકવામાં આવે છે.

 


તેમણે એવી પણ માહિતી આપી હતી કે વેક્સિનેશન ઝુંબેશની સાથે સાથે શહેરનો વિકાસ પણ ચાલુ રહે અને જે પ્રોજેકટ ચાલુ છે તે ઝડપભેર પુરા થાય તે માટે મહાપાલિકાનું તંત્ર સજ્જ છે. ખાસ કરીને ચાર જુદા જુદા બ્રિજનું કામ શ થયું છે તે નિર્ધિરિત સમયે પુરું થાય તે માટેની કાર્યવાહી ચાલી રહી છે. તદ્ ઉપરાંત નવા બજેટમાં રણછોડદાસજીના મંદિર પાસે ઓડિટોરિયમ અને વોર્ડ નં.12માં ઈન્ડોર સ્ટેડિયમ તેમજ ત્રણ જુદા જુદા બ્રિજ સૂચવવામાં આવ્યા છે તેનું કામ પર નિર્ધિરિત સમયમાં પુરું થાય તે મુજબ કામ હાથ ધરાશે.

 


મહાનગરપાલિકા દ્વારા આરએમસી ઓન વોટ્સએપ્ની સુવિધા પણ શ કરવામા આવી છે અને હજુ આવનારા સમયમાં વધુને વધુ લોકો ઓનલાઈનથી મહાપાલિકા સાથે જોડાય તે માટે સુવિધા ઉભી કરવામાં આવશે. પ્રાથમિક સુવિધાને લગતી ફરિયાદો માટે લોકોએ મહાનગરપાલિકા કે સિવિક સેન્ટર સુધી જવું ન પડે અને ઓનલાઈન જ તેમની ફરિયાદનો નિકાલ થઈ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

 


પુષ્કર પટેલે કહ્યું હતું કે, કેકેવી ચોકમાં ઓવરબ્રિજનું કામ શ થયું છે અને ત્યાં ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે જરી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ ચોકમાં ટ્રાફિકનું ભારણ ન વધે તે માટે અમિન માર્ગ જંકશન પાસે બીઆરટીએસ ટ ખોલવાનું એક સૂચન આવ્યું છે અને આ માટે પોલીસતંત્ર સાથે જરી ચચર્િ કયર્િ બાદ નિર્ણય લેવામાં આવશે.

 


પ્રદેશ ભાજપ્ના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખ શહેરનો વિકાસ આગળ ધપાવવા માટે સક્ષમ છે અને તમામ ચાલુ પ્રોજેકટ નિર્ધિરિત સમયમાં જ પુરા થાય તે માટે આશાવાદી છે. તેમણે ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલાં જ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવેલા આસપાસના પાંચ ગામોના વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ તેમજ અન્ય સુવિધાઓ ઉભી થાય તે માટે તંત્ર કટિબધ્ધ છે.
ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહે કહ્યું હતું કે, આગામી 1લી તારીખથી 45 વર્ષની વયની ઉપરના લોકોને વેક્સિન લેવાની છૂટ આપવામાં આવી છે ત્યારે 45 વર્ષથી ઉપરના ભાજપ્ના પદાધિકારીઓ તેમજ સંગઠનના લોકો વેક્સિન લેશે અને વધુને વધુ લોકો આ ઝુંબેશમાં જોડાય તે માટે પ્રયાસો કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS