કોરોના હોઈ કે કર્ફયુ અમે નહીં સુધરીએ લટાર મારવા નીકળેલા વધુ ૯૬ ઝડપાયા

  • May 02, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં કોરોનાની સ્થિતિ દિન–પ્રતિદિન ગંભીર બની રહી છે એક તરફ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલમાં બેડ મળી રહ્યા નથી. ઓકિસજન અને ઇન્જેકશનની તંગીએ ભારે ઊહાપોહ મચાવ્યો છે. આવી સ્થિતિમાં પણ કેટલાક લોકો સુધરવાનું નામ જ ન લેતા હોય તેમ કરયુ સમયે લટાર મારવા નીકળેલા વધુ ૯૬ શખસો પોલીસ ચોપડે ચડી ગયા હતા. શહેરમાં શુક્રવાર રાત્રિના અલગ–અલગ વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન કરયુ સમયે અત્યતં જરૂરી કામ ન હોવા છતાં ઘર બહાર નિકળનારા ૯૬ શખ્સો સામે કરયુ જાહેરનામાનો ભગં કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.

 

 

આ ઉપરાંત શેર પોલીસ દ્રારા જાહેરનામા ભંગના કુલ ૧૪૪ કરવામાં આવ્યા છે જેમાં માસ્ક ન પહેરનાર ૩૧ શખસો પોલીસ ઝપટે ચડી ગયા હતા.તેમજ દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ પાલન ન થતું હોય તેવા છ દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમજ ડ્રોન કેમેરાની મદદથી ત્રણ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હોવા છતાં બહાર આંટાફેરા કરનાર સામે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS