૧૮મી પછી લોકડાઉન સહન નહીં કરીએ: વેપારીઓ

  • May 12, 2021 06:26 PM 

૧૮ તારીખ પછી લોકડાઉન સહન નહિ કરીએ એમ વેપારીઓ એ જણાવી દીધું હતું.અધકચરા લોકડાઉનથી નાના વેપારીઓને મરણતોલ ફટકો પડી રહ્યો છે, રાજકોટના વિવિધ ૨૩ જેટલા એસોસિએશન દ્રારા ગઇકાલે જ દુકાનો કરવા માટે તત્રં સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી અને હવે વેપાર શ કરીશું તેવી ચીમકી આપી હતી, દરમિયાન આગામી રણનીતિ નક્કી કરવા માટે વેપારીઓ આવતીકાલે બેઠક કરશે.

 


રાજકોટના કોરોના સંક્રમણ ને પગલે સરકાર દ્રારા આ વખતે જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં માત્ર ૪૦ ટકા વેપાર જ બાકાત રહ્યો છે. બજારમાં લોકોની બેરોકટોક અવર જવર ચાલુ છે. ફરસાણના વેપારીઓ થી લઈ રેસ્ટોરન્ટ સહિત તમામ વેપાર ધંધા અને ઉધોગો ધમધમી રહ્યા છે તો બીજી તરફ અમુક સ્થળો પર દુકાનોનાં શટરો ઉંચકી આવીને વસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચી જાય છે તેવી વ્યાપક ફરિયાદો પણ નાના વેપારીઓ માંથી ઉઠી હતી ત્યારે અમારો શું વાંક? અલગ અલગ ૨૩ વેપારી પ્રતિનિધિ મંડળો એ સવાલ ઉઠાવ્યા છે.

 


બે દિવસ પૂર્વે એસોસિયેશનનાં હોદ્દેદારોની મળેલી મિટિંગમાં આ સાહથી ધંધા–રોજગાર શ કરી દેવા ના મૂડમાં હોવાનું જણાવ્યું હતું, ગઈકાલે આ ફરિયાદને લઇ ને વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું છે. એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે, ગઈકાલે ફરી સરકારે આ લોકડાઉન ને આગળ લંબાવ્યું છે. આ એક વધુ સાહ અમે ધંધા–રોજગાર બધં રાખીશું ત્યારબાદ આ નિર્ણયને સાંખી નહીં લઈ એ તેમ સ્પષ્ટ્ર જણાવી દીધું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS