આંશિક લોકડાઉનનો આક્રોશ, સરકાર ભલે મુદત લંબાવે તો પણ દુકાનો ખોલીશું: વેપારીઓ મક્કમ

  • May 17, 2021 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે લોકડાઉનની મુદત પૂરી થઈ રહી છે તે પૂર્વે જ ધંધા–રોજગાર ફરીથી શરૂ કરવાના મૂડમાં વેપારીઓ: આ મુદ્દે વેપારી મંડળોનો ગણગણાટ

 

 


આવતીકાલે આંશિક લોકડાઉન ની મુદત પૂરી થઈ રહી છે તે પૂર્વે જ વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે સરકાર ભલે મુદત લંબાવે તો પણ અમે દુકાનો ખોલી નાખી છે આવા ઉગ્ર રોષ સાથે વેપારીઓએ હવે બાંયો ચડાવી છે.

 


છેલ્લા ૨૧ દિવસથી અધકચરા બધં વચ્ચે વેપારીઓને લાખો પિયાનું નુકસાન પહોંચ્યું છે ,આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર પણ આફત વચ્ચે જીવી રહ્યા છે. ઔધોગિક એકમો, હોટલો, શો મ સહિત અન્ય વ્યવસાયિક એકમો ચાલુ છે ત્યારે માત્ર ૪૦ ટકા વેપારીઓને આ આંશિક બંધમાં જોડાવા માટેની ફરજ પાડવામાં આવી છે. આવતીકાલે આ લોકડાઉન છૂટછાટ આપી કે નહીં તે અંગે સરકાર દ્રારા નિર્ણય લેવાશે તે પૂર્વે જ વેપારીઓએ બુધવારથી ધંધા–રોજગાર શ કરી દેવા માટે મન બનાવી લીધું છે.

 


શહેરના અલગ–અલગ માર્કેટ એસોસિએશનના હોદ્દેદારો એ સ્પષ્ટ્ર જણાવી દીધું હતું કે હવે અમને સંપૂર્ણ લોકડાઉન પણ કોઈ પણ હિસાબે મંજૂર નથી. જો સરકાર અમને હવે દુકાનો શ કરવા માટે મંજૂરી નહીં આપે તો અમે અમારી રીતે બુધવારથી દુકાનો શ કરી દઈશું તો બીજી તરફ ચારેબાજુથી એવી ચર્ચાઓ પણ ઊભી થઈ છે કે, વેપારીઓની માંગણીઓને સરકાર ધ્યાન લેશે અને બે વાગ્યા સુધી દુકાન શ રાખવા માટે મંજૂરી આપી શકે તેવી શકયતાઓ વચ્ચે વેપારી જગતમાંથી ગણગણાટ શ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમુક વેપારીઓ દુકાન બધં શટર રાખીને ગ્રાહકો ના ઓર્ડરો મુજબ વસ્તુઓ પહોંચાડી રહ્યા છે.

 


હવે રાજકોટ કરી કે રાયભરમાં કોરોના ના કેસ માં પણ ઘટાડો થયો છે યારે સરકારે આ બાબતે વિચારવાની આવશ્યકતા છે તેમ વેપારી મંડળો જણાવી રહ્યા છે તો બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ ને પણ સવારે આઠ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે અને રાત્રી કર્યુ ૮ ના બદલે ૧૦:૦૦ થી લાગુ કરવા માટેની માંગણી કરી છે હવે આવતીકાલે સરકાર શું નિર્ણય લે છે તેના પર વેપારી જગતની મીટ મંડાયેલી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS