4 લાખ રૂપિયાનો ડ્રેસ પહેરીને પ્રિયંકા એ ચાહકોના ઉડાડ્યા હોશ

  • April 03, 2021 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસ તેના લૂકને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે. હાલ જ તેણે પીળા રંગના ડ્રેસમાં ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પ્રિયંકાની આ તસવીર પર તેના પ્રશંસકો પણ પોતાની પ્રતિક્રિયા આપતા પીછેહઠ કરી રહ્યા નથી. પ્રિયંકાની આ તસવીરને અત્યાર સુધીમાં 17 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.

આ તસવીર પોસ્ટ કરતા પ્રિયંકાએ લખ્યું કે, "આ દિવસોમાં સનલાઈટ અલગ રીતે અસર કરી રહી છે. પ્રિયંકા આ તસવીરમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. બજારમાં આ ડ્રેસની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે. પ્રિયંકાની આ તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ સાથે જ ઘણા સેલેબ્સે પણ આ ફોટો પર પ્રતિક્રિયા આપીને પ્રિયંકાની પ્રશંસા કરી છે.

 

પ્રિયંકાની આ પોસ્ટ પર ચાહકો મનભરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, "તમારુ સ્મિત તમારી ઓળખ છે." તો બીજા ચાહકે લખ્યું, "આ ડ્રેસ તમને શૂટ કરી રહ્યો છે." પ્રિયંકા આ દિવસોમાં અમેરિકા છે. હાલ જ તેણે તેની ભારતીય રેસ્ટોરન્ટ SONA શરૂ કરી છે. તેણે આ રેસ્ટોરન્ટની ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS