હકારાત્મક વાતાવરણ માટે આવકાર્ય પ્રયોગ : ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીઓએ કર્યુ માં અંબાજીનું સ્તુતિ ગાન

  • April 24, 2021 11:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વોરિયર્સ દ્વારા આરોગ્ય મંદિરમાં આસ્થાને ટકાવી રાખી ધાર્મિક મંદિરનું વાતાવરણ ઉભું કરાયુ

 


હાલમાં જ પૂરી થયેલી ચૈત્રી નવરાત્રિના અવસરે ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ તેમની ભક્તિ ચાલું રાખી શકે તેવા શુભ આશયથી દર્દીઓની આસ્થાને ટકાવી રાખી માં અંબાજીની સ્તુતિ કરાવડાવી આરોગ્ય મંદિરમાં ધાર્મિક મંદિરનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.  

 

 


કોરોના વોરિયર્સ દ્વારા દર્દીની માનસિક શક્તિ વધે તેવા હેતુથી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સ્તુતિ કરાવી ધર્મના સહારે માનસિક સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસ કયર્િ હતા. સર ટી હોસ્પિટલમાં માં અંબાની આરાધના કરવામાં આવી. મંદિરની જેમ હોસ્પિટલમાં પણ તાળીઓના સથવારે કરાઇ માતાજીની સ્તુતિ કરી ધર્મના સહારે માનસિક સ્થિતિ મજબૂત કરવાનાં પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.

 

 


ડોક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યાં માનવીના હાથ ટૂંકા પડે છે ત્યાં માનવી ધર્મને આધારે તેનું મનોબળ ટકાવી રાખતો હોય છે. કોરોનાના કપરા સમયમાં ડોક્ટરની દવા અને સેવા-સુશ્રુષા સાથે દૂઆ મળી બમણી અસર કરતી હોય છે ત્યારે આ અભિનવ પ્રયોગની સુંદર અસર જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application