મહાપાલિકાની વેબસાઈટ શું ફિફા ખાંડવા રાખી છે? રોગચાળાના આંકડા અપડેટ કરો

  • September 06, 2021 06:16 PM 

રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રાજકોટ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરમાં ડેન્ગ્યું, ચિકનગુનિયા, ,મેલેરિયા, તાવ, શરદી–ઉધરસ, ઝાડા–ઉલ્ટી સહિતના અનેક સીઝનલ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તત્રં દ્રારા આ તમામ રોગચાળા પ્રત્યે ગંભીરતાપૂર્વક પગલા લેવામાં આવે અને વકરતા રોગચાળાના ઉપચાર માટે વિનામૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવે તેમજ ફોગીંગ, મેલેથીયોન દવાનો છંટકાવ, મચ્છર નો ઉપદ્રવ ન થાય તે માટે ઘરે–ઘરે જઈ ટાંકામાં દવા નાખવી મચ્છરના ઉત્પતીસ્થાનોમાં દવા છંટકાવ કરાવવા સહિતના પગલા લેવા માંગ છે.
વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ઝાડા–ઉલ્ટી, તાવ–શરદી–ઉધરસ, સહિતના દર્દીઓની સંખ્યા દર સાહે અગાઉના સમયમાં જાણ કરવામાં આવતી હતી જે વર્ષ ૨૦૧૯–ડીસેમ્બરથી બધં હોઈ હાલ રોગચાળો દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે લોકોના જનહિતાર્થે ઉપરોકત રોગચાળાના આંકડાઓ પહેલાની જેમ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવે તેમજ પી–ફોર્મ અને એલ–ફોર્મની વિગતો કોર્પેારેશનની વેબસાઈટ ઉપર દર્શાવવામાં આવે તેવી માંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS