અફઘાનિસ્તાન સંકટ પર શું રહેશે ભારતની રણનીતિ? આજે સર્વપક્ષીય બેઠક

  • August 26, 2021 08:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનપર તાલિબાનના કબજા બાદ સતત ત્યાંની સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનના બદલાતા હાલાતને લઈને આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં તમામ પક્ષોને અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ અંગે માહિતગાર કરાશે. અફઘાનિસ્તાનને લઈને ભારતની આગળની રણનીતિ અંગે ચર્ચા થશે. આ અગાઉ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે વિદેશમંત્રી એસ જયશંકર, રાજનીતિક પક્ષોના સંસદીય દળોના નેતાઓને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિથી માહિતગાર કરાવવામાં આવશે.

 

જોશીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા લખ્યું હતું કે રાજનીતિક પક્ષોના સંસદીય દળોના નેતાઓને વિદેશમંત્રી ડો.એસ જયશંકર દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે 26 ઓગસ્ટ સવારે 11 વાગે સંસદ ભવન એનેક્સીના મેઈન કમિટી રૂમમાં થશે. સંસદ ભવન ખાતે જાણકારી આપવામાં આવશે. ઈમેઈલ દ્વારા આમંત્રણ મોકલાઈ રહ્યા છે. તમામ સંબધિત લોકોને ભાગ લેવાની અપીલ કરવામાં આવે છે.

 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિ આ બેઠકમાં સામેલ થશે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ કોલકાતામાં રાજ્ય સચિવાલયમાં પત્રકારોને કહ્યું કે અમે નિશ્ચિતપણે અફઘાનિસ્તાન સંબંધિત થનારી સર્વપક્ષીય બેઠકમાં સામેલ થઈશું.

 

આ અગાઉ વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને વિભિન્ન રાજકીય પક્ષોના નેતાઓને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો છે. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'અફઘાનિસ્તાનનો ઘટનાક્રમ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે તેઓ વિભિન્ન પાર્ટીઓના સંસદીય દળોના નેતાઓને આ અંગે જાણકારી આપે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી આગળની જાણકારી આપશે.' આ બેઠકમાં વિદેશમંત્રી અફઘાનિસ્તાનના હાલાત પર એક પ્રેઝન્ટેશન આપશે. આ પ્રેઝન્ટેશન બાદ સવાલ જવાબ પણ થશે.

 

અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યા 800થી વધુ થઈ ગઈ છે. કાબુલ પર તાલિબાનના કબજાના એક દિવસ બાદ 16 ઓગસ્ટથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ભારતે પોતાના આ અભિયાનનું નામ ઓપરેશન 'દેવી શક્તિ' રાખ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS