કોરોના સંક્રમિત થયા હોય તો ક્યારે લેવાની રસી ? જાણી લો કારણ કે રસી લેવાના બદલી ગયા છે નિયમ

  • May 20, 2021 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 18.5 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. શરુઆતના તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ વૃદ્ધ અને ગંભીર બીમારીથી પીડીત લોકોને રસી અપાય જ્યારે 1 મેથી 18 વર્ષથી વધુના તમામ લોકો માટે રસીકરણની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ તમામ તબક્કા વચ્ચે રસી લેવાના નિયમોમાં ઘણીવાર ફેરફાર કરવામાં આવ્યા છે. 

 

સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના રસીકરણના નિયમોમાં ફરીવાર ફેરફાર કર્યો છે. આ નિયમો જાણવા તમામ માટે જરૂરી છે પરંતુ ખાસ એ લોકો માટે છે જેઓ એકવાર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તો ચાલો જાણી લો કે રસી લેવાના નિયમોમાં શું ફેરફાર થયો છે. 

 

કેન્દ્ર સરકારે કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક વી રસીને મંજૂરી આપી છે. આ ત્રણેય વેકસીન બે ડોઝવાળી છે. જેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનું અંતર રાખવાનું છે, જ્યારે કોવેક્સીનનો બીજો ડોઝ 3 કે 4 સપ્તાહ પછી લઈ શકાય છે. જ્યારે સ્પુતનિક વી રસી 21 દિવસમાં લેવાની હોય છે. 

 

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ છે તો તેને સ્વસ્થ થયાના ત્રણ મહિના બાદ રસીનો પહેલો ડોઝ લેવાનો રહેશે. આ જ રીતે જો રસીનો પહેલો ડોઝ લીધા બાદ કોઈ સંક્રમિત થાય છે તો બીજો ડોઝ 3 મહિના પછી લેવાનો રહેશે. 

 

કોરોના ઉપરાંત જો અન્ય કોઈ બીમારીથી વ્યક્તિ પીડિત છે અને આઈસીયૂમાં એડમીટ કરવા પડ્યા હોય તો તેમને સ્વસ્થ થયાના 8 સપ્તાહ પછી જ રસી આપવી. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્તનપાન કરાવતી મહિલાઓને રસી આપવાની પણ મંજૂરી આપી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021