વૈજ્ઞાનિકોએ જણાવ્યું કયા બ્લડ ગૃપના લોકોને ઝડપથી લાગે છે કોરોનાનો ચેપ,  O બ્લડ ગૃપ છે સૌથી સેફ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 
ચીનના હુબેઇ પ્રાંત જિનિંટન હોસ્પિટલે સંશોધનકારો દ્વારા એક નવો ખુલાસો કરાયો છે. સંશોધનકારોએ પહેલીવાર બ્લડ ગૃપના આધારે એક તારણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે કયા બ્લડ ગૃપ ધરાવતાં લોકોને આ વાયરસ ઝડપથી લાગુ થાય છે. વુહાનના વૈજ્ઞનિકોએ કોરોના વાયરસથી સંક્રમિત 2173 લોકોનો અભ્યાસ કર્યો હતો.  જ્યારબાદ આ તારણ રજૂ કરવામાં આવ્યો છે. 

 

સંશોધન અનુસાર કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા 206 લોકોમાંથી 85 લોકોનું બ્લડ ગૃપ એ હતું.  આ સંશોધનથી બહાર આવ્યું છે કે બ્લડ ગ્રુપ A ને કોરોના વાયરસથી ઝડપથી ચેપ લાગી શકે છે. જ્યારે બ્લડ ગૃપ O ને ચેપ લાગવામાં થોડો સમય લાગે છે.
 

સંશોધનકારોએ તેમના સંશોધન પરથી એવું તારણ પણ કાઢ્યું છે કે કોરોના વાયરસથી બ્લડ ગ્રુપ  O ધરાવતા લોકોના મૃત્યુની સંભાવના બાકીના બ્લડ ગૃપ કરતાં  ઓછી છે. આ સાથે આ લોકોને ચેપ ઝડપથી લાગતો પણ નથી. જ્યારે  A બ્લડ ગૃપના લોકોમાં કોરોના ઝડપથી પ્રસરે છે અને દર્દીનું મૃત્યુ થવાની સંભાવના પણ વધારે છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS