ભારત બાયોટેકની કોવેક્સિન રસીને WHO આ અઠવાડિયે આપી શકે મંજૂરી !

  • September 13, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત બાયોટેકની કોરોના વિરોધી રસી કોવેક્સિનને આ અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની મંજૂરી મળે તેવી અપેક્ષા છે. હાલમાં કોવેક્સિન WHO ની ઇમરજન્સી યુઝ લિસ્ટમાં સામીલ કરવામાં આવી નથી અને આ કારણોસર ભારતમાં વપરાતી કોવેક્સિન રસી ઘણા દેશો દ્વારા માન્ય નથી.

 

અમુક દેશમો આ રસીને મંજૂરી ન મળી હોવાથી ઘણી સમસ્યા સર્જાય છે. જેમકે ભારતમાં જેને કોવેક્સિન લીધી છે ને તેને બીજા દેશમાં જવાનું થયું તો ત્યાં વેક્સિનેશન સિર્ટીફીકેટ બતાવવું જરૂરી છે. પરંતુ તે દેશમાં કોવેક્સિનને મંજૂરી ન મળી હોવાથી ત્યાં તે વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે છે. 

 

WHOને દસ્તાવેજ જમા કરાવ્યા 

 

ઇમર્જન્સી યુઝ લિસ્ટમાં કોવેક્સિનનો સમાવેશ કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજો ભારત બાયોટેક દ્વારા WHOને 9 જુલાઇ સુધીમાં સબમિટ કરવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા સમીક્ષા પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ હતી. આવી સ્થિતિમાં, કોવેક્સિનને ટૂંક સમયમાં WHO તરફથી મંજૂરી મળે તેવી અપેક્ષા છે. હાલમાં, WHO એ કટોકટીના ઉપયોગ માટે Pfizer-BioNtech, AstraZeneca-SK Bio-Serum Institute of India, AstraZeneca EU, Janssen, Moderna અને Sinopharmની રસીઓને મંજૂરી આપી છે.

 

કોવેક્સિન ભારતની પ્રથમ સ્વદેશી રસી

 

કોવેક્સિન ભારતની પ્રથમ સ્વદેશી રસી છે. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (NIV) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની ભાગીદારીમાં વિકસિત કોવેક્સિનનો તાત્કાલિક ઉપયોગ 3 જાન્યુઆરીએ મંજૂર કરવામાં આવ્યો હતો. પરીક્ષણ પરિણામો પરથી જાણવા મળ્યું કે આ રસી 78 ટકા સુધી અસરકારક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS